<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd December 2024

ઘરેથી કહ્યા વગર નીકળી ગયેલા શાહપુરના દીકરાને શોધી લાવી નળ સરોવર પોલીસ સ્ટેશને કરી સરાહનીય કામગીરી

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારમાં આવેલ શાહપુર ગામના મફાભાઈ સાગરભાઇ કોળી પટેલના દીકરા જગદીશભાઈ મફાભાઈ શનિવારે પૂછ્યા વગર ઘરેથી નીકળી ગયા હતા. પોલીસની મદદથી ઘર-પરિવારજનોની શોધ ખોળ કર્યા બાદ પોતાનો દીકરો મળ્યો પછી નળસરોવર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. પોલીસ સ્ટેશનમાં પીઆઇ અમી ગોરી, પીએસઆઇ  સહિત સમગ્ર સ્ટાફ દ્વારા દીકરાની તપાસ હાથ ધરતા ગાંધીનગરથી છોકરાની શોધી કાઢ્યો હતો. દીકરાને શોધવા બદલ નળ સરોવર પોલીસ સ્ટાફને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. (માહિતી અને તસવીર : રસીક કોળી - રૂપાવટી)


 

(11:07 PM IST)