<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd December 2024

અરજદારોના સમય, શકિત અને નાણાનો બચાવ થાય તે રીતે કાર્ય કરો : મેહુલ દવે

ગાંધીનગરમાં અધિકારીઓને કલેકટરની સ્‍પષ્‍ટ સૂચના

ગાંધીનગરમાં જિલ્લા કક્ષાની અધિકારીઓની બેઠકમાં કલેકટર મેહુલ દવે, નિવાસી અધિક કલેકટર દિગંત બ્રહ્મ ભટ્ટ, ડી.ડી.ઓ. બી.જે. પટેલ વગેરે ઉપસ્‍થિત રહેલ તે પ્રસંગની તસ્‍વીર.

ગાંધીનગર,તા. ર૩ :  જિલ્લા કલેકટર મેહુલ દવેના અધ્‍યક્ષતામાં, કલેક્‍ટર કચેરી ખાતે વિવિધ સમિતિઓની  બેઠક મળી હતી, જેમાં જિલ્લા નાગરિક પુરવઠા અને સલાહકાર સમિતિની બેઠક, કાયદો અને વ્‍યવસ્‍થા અંગેની બેઠક ધાર્મિક દબાણ અંગેની બેઠક, જિલ્લા રોડ સેફટી કમિટી,ખનીજમાં ગેરકાયદેસર ખનન-વહન સંગ્રહની પ્રવળતિ અટકાવવા તેના નિરાકરણ વગેરે ચર્ચા થયેલ.

બેઠકોમાં કલેક્‍ટરે તમામ અધિકારીને અરજદારના સમય, શક્‍તિ અને નાણાંનો બચાવ થાય એ રીતે કામ કરવાની કડક સૂચનાઓ આપી હતી. આ બેઠકમાં ડી.ડી.ઓ.  બી.જે.પટેલ, અધિક નિવાસી કલેક્‍ટર દિગંત બ્રહ્મભટ્ટ અને સંબંધિત કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.

(3:20 PM IST)