<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd December 2024

ઉમિયા માતાજી મંદિર સિદસર રૂ.૪૦૦ કરોડના ખર્ચે સમાજ વિકાસની નવી કેડી કંડારશે

પાટીદાર સમાજમાં શ્રી ૧ા શતાબ્‍દી મહોત્‍સવ નવી સામાજીક ચેતના જગાવશે : પાંચ દિવસીય મહોત્‍સવમાં સામાજીક, રાજકીય, શૈક્ષણિક : વિવિધ ક્ષેત્રના તજજ્ઞોના સમાજ જોગ સંદેશાઓ : રાજકોટ-અમદાવાદમાં અઢીસો કરોડના ખર્ચે આધુનિક ઉમા શૈક્ષણિક સંકુલો નિર્માણ પામશે : મહોત્‍સવના પ્રથમ દિવસે પાટીદાર યુવા સંમેલનમાં કટાર લેખક જય વસાવડાનું વકતવ્‍ય : પાટીદાર યુવાનો સમાજ વિકાસની સાથોસાથ રાષ્‍ટ્રના વિકાસની જયોત જગાવશે

રાજકોટ તા. ર૩ :  કડવા પાટીદારોના આસ્‍થાન કેન્‍દ્ર સમા ઉમિયાધામ સિદસર ખાતે આગામી તા.રપ થી ૨૯ ડીસેમ્‍બર-૨૦૨૪ દરમ્‍યાન જગત જનની મા ઉમિયાના પ્રાગટયના ૧૨પ વર્ષ નિમિતે ૫ દિવસીય પ્રાગટય ઉત્‍સવ શ્રી ૧& શતાબ્‍દી મહોત્‍સવ યોજાનાર છે. મા ઉમિયાની ભકિત થકી સરસ્‍વતીની સાધનાના સંકલ્‍પ સાથે અનેકવિધ આકર્ષણો મહોત્‍સવમાં જોવા મળશે.

ઉમિયા માતાજી મંદિર સિદસર દ્વારા ૧૯૮૫માં માઁ ઉમિયાના મંદિરના પુનઃનિર્માણ સમયે પૂનઃ પ્રાણપ્રતિષ્‍ઠા મહોત્‍સવ યોજાયેલ ત્‍યારબાદ ૧૯૯૯ માં ઉમિયા માતાજીના પ્રાગટયના ૧૦૦ વર્ષ નિમિતે માઁ ઉમિયા શતાબ્‍દી મહોત્‍સવની ઉજવણી કરેલ ૨૦૧૨ ના રજતજયંતિ મહોત્‍સવના સફળ આયોજન બાદ આગામી તા. ૨૫ થી ૨૯ ડીસેમ્‍બર ૨૦૨૪ માં માઁ ઉમિયા પ્રાગટયની ૧૨૫ માં વર્ષની ઉજવણી નિમિતે સવા શતાબ્‍દી મહોત્‍સવ યોજાનાર છે ત્‍યારે ઉમિયાધામના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, ચેરમેન મૌલશભાઈ ઉકાણી, સમળધ્‍ધિ યોજનાના ચેરમેન બી.એચ.ધોડાસરા, મેનેજીંગ ટ્રસ્‍ટી જયેશભાઈ પટેલ, ઉપપ્રમુખ ગોવિંદભાઇ વરમોરા, જગદીશભાઈ કોટડીયા, ચિમનભાઈ શાપરીયા સહીતના હોદેદારો એ જણાવ્‍યુ છે કે પાટીદાર સમાજે મા ઉમિયાની છત્રછાયામાં સંગઠન અને એકતાની સાથોસાથ શિક્ષણ અને પરિશ્રમ થકી પ્રગતિનો પાયો નાખ્‍યો છે. આગામી ૨૦૩૧ સુધીમાં ઉમિયા માતાજી મંદિર સિદસર દ્રારા ઉમિયા માતાજી સમળધ્‍ધી યોજના-૩ના માધ્‍યમથી રૂા. ૪૦૦ કરોડના સામાજીક, શૈક્ષણિક વિકાસકાર્યોના સંકલ્‍પ સાથે મહોત્‍સવના મંગલાચરણ થશે.

ખંતીલા અને ખમીરવંતા પાટીદાર સમાજમાં શૈક્ષણિક, સામાજીક, આર્થિક અને આધાતમીક સર્વાગી વિકાસ થાય તેવા હેતુ સાથે છેલ્લા બે દાયકામાં ઉમિયા માતાજી મંદિર સિદસર દ્વારા સમાજ ઉપયોગી કાર્યો થયા છે. દિલેર પાટીદાર દાતાઓ અને ભામાશાઓ ની સખાવત થી ઉમિયાધામ સિદસરએ સૌરાષ્‍ટ્રના કડવા પાટીદાર સમાજના ઉત્‍થાન માટે કામગીરી કરી છે. આગામી દિવસોમાં રાજકોટના ઇશ્વરીયા ખાતે ૧૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓ માટ ૩ર વિદ્યા જગ્‍યામાં સ્‍કૂલ, ગર્લ્‍સ-બોયસ હોસ્‍ટેલ, લાયબ્રેરી, સ્‍પોર્ટ સંકુલ અને સ્‍કીલ ડેવલોપમેન્‍ટ સેન્‍ટર, સહીતની સુવિધા ધરાવતું ‘શ્રી ઉમા શૈક્ષણિક સંકુલ' રૂા. ૧૦૦ કરોડના ખર્ચે ત્રણ તબકકામાં નિર્માણ પામશે. તેમજ ઉમિયાધામ સિદસરના સામાંકાઠે ૩૦ વિધા જગ્‍યામાં યાત્રીકો માટે અતિથિગળહ, મલ્‍ટીપર્પઝ હોલ, પાર્ટી પ્‍લોટ, ગાર્ડન, પાટીદાર અસ્‍મિતા કેન્‍દ્ર, સ્‍મળતિમંદિર, રીવરફ્રન્‍ટ રૂા. રપ કરોડના ખર્ચે નિર્માણ થશે.

સૌરાષ્‍ટ્રમાં વસતા અઢી લાખથી વધુ પરિવારોની નવી પેઢીના ઉચ્‍ચ અભ્‍યાસ માટે અમદાવાદ ખાતે ૧૦૦ કરોડાના ખર્ચે ગર્લ્‍સ તથા બોયઝ હોસ્‍ટેલ તેમજ ગાંધીનગર ખાતે રૂા. ૪૦ કરોડના ખર્ચે નવી બોયઝ હોસ્‍ટેલ, રાજકોટ નજીક એઇમ્‍સ પાસે ૧૦ કરોડના ખર્ચે આરોગ્‍યભવન, બનાવવા ઉપરાંત સમાજના તેજસ્‍વી વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્‍ઠીઓના સહયોગથી રૂા. ૫૦ કરોડની શૈક્ષણિક લોન, વળક્ષારોપણ અને પ્રાકળતિક ખેતી જળસંચય, ગ્રામ્‍ય વિકાસની પ્રવળતીઓ માટે ૧૫ કરોડ, તેમજ વિવિધ સામાજીક પ્રવળતિઓમાં ૧૦ કરોડ, તેમજ ભગવાન રામની જન્‍મભૂમી અયોધ્‍યા ખાતે ઉમા અતિથિ ગળહ બનાવવા માટે રૂા. ૨પ કરોડના ખર્ચે નિર્માણ સહીતના આયોજનો ઉમિયા માતાજી મંદિર સિદસરના માધ્‍યમથી થશે તેવી જાહેરાત ઉપરોકત આગેવાનો એ કરી છે.

પવિત્ર વેણુ નદીના તટે મા ઉમિયા પ્રાગટયના ૧૨૫ વર્ષની ઉજવણીના પાંચ દિવસના મહોત્‍સવમાં ૧૦ જેટલા વિવિધ સંમેલનો યોજાશે. જેમાં પાટીદારોની યુવા પેઢીને એક નવી જ દિશા આપવા યુવાનો માટે સંમેલન આયોજીત કરવામાં આવ્‍યુ હોવાનું ઉમિયા પરિવાર સંગઠન સમિતિના પ્રમુખ કૌશીકભાઈ રાબડીયા અને ટ્રસ્‍ટી હર્ષિત કાવર દ્વારા જણાવાયુ છે. પાટીદાર સમાજના યુવાનો ઉજજવળ કારર્કીદી તરફ આગળ વધે તે દિશામાં વિવિધ સંમેલનો સેમીનારો અને શિબીરો યોજવાની નેમ વ્‍યકત કરાય છે. પાટીદાર સમાજના યુવાનો સમાજ વિકાસની સાથોસાથ રાષ્‍ટ્ર વિકાસમાં યોગદાન આપે તે દિશામાં માર્ગદર્શન કરવા ઉમિયાધામ સિદસર માધ્‍યમ બની રહે તેવું આયોજન હાથ ધરાયુ છે.

ઉપસ્‍થિત રહેશે સમારોહના અધ્‍યક્ષ તરકે ઉમિયાધામ સિદસરના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, મુખ્‍યમહેમાન તરીકે જામનગરના પ્રભારી કેબીનેટ મંત્રી મુળુભાઈ બેરા ઉપસ્‍થિત રહેશે. શ્રી ૧& શતાબ્‍દી મહોત્‍સવના ઉદ્ધાટન સમારોહમાં અતિથિ વિશેષ તરીકે મહોત્‍સવના મુખ્‍ય યજમાન જગદીશભાઈ કોટડીયા, પુનીતભાઈ ચોવટીયા, સરદારધામના ઉપપ્રમુખ ગોવિંદભાઈ વરમોરા, મહોત્‍સવ સમિતિના અધ્‍યક્ષ ચિમનભાઈ શાપરીયા, ઉપપ્રમુખ મહોત્‍સવના સહયજમાન ભુપેશભાઈ ગોવાણી, કલ્‍પેશભાઈ માકાસણા, શિવલાલભાઈ આદ્રોજા, મનસુખભાઈ પાણ, રાજેશભાઈ ભાલોડીયા ગેલેકસી ગ્રુપ રાજકોટ, નીતીનભાઈ કણસાગરા ફિલ્‍ડમાર્શલ ગ્રુપ, બળવંતભાઈ મણવર પૂર્વ મંત્રી- ડુમીયાણી, હરીભાઈ પટેલ પૂર્વસાંસદ રાજકોટ, પુનમબેન માડમ સાંસદ-જામનગર, કાંતિભાઈ અમળતિયા ધારાસભ્‍ય મોરબી, દુર્લભજીભાઇ દેથરીયા ધારાસભ્‍ય ટંકારા, પ્રકાશભાઈ વરમોરા ધારાસભ્‍ય ધ્રાંગધ્રા, મોહનભાઈ વાછાણી પૂર્વ ઉપપ્રમુખ જામજોધપુર, રમણીકભાઈ ભાલોડીયા, પૂર્વ ઉપપ્રમુખ રાજકોટ, ગટોરભાઈ હરિપરા પૂર્વ ઉપપ્રમુખ બોટાદ, ભુપતભાઈ ભાયાણી, ખજાનચી ધોરાજી, મોહનભાઈ કુંડારીયા પૂર્વ મંત્રી- મોરબી, સૌરભભાઈ પટેલ પૂર્વ મંત્રી- અમદાવાદ, જયંતીભાઈ કાલરીયા પૂર્વ મંત્રી રાજકોટ, જયંતીભાઈ કવાડીયા પૂર્વ મંત્રી મોરબી, બ્રિજેશભાઈ મેરજા પૂર્વ મંત્રી ગાંધીનગર, મહેન્‍દ્રભાઈ પાડલીયા ધારાસભ્‍ય ધોરાજી, સંજયભાઈ કોરડીયા ધારાસભ્‍ય જૂનાગઢ, અરવિંદભાઈ લાડાણી ધારાસભ્‍ય માણાવદર ઉપસ્‍થિત રહેશે

 શ્રી ૧& શતાબ્‍દી મહોત્‍સવના પ્રથમ દિવસે બપોર બાદ ત્રણ કલાકે યુવા સંમેલન યોજાશે જેના અધ્‍યક્ષ સ્‍થાને ગુજરાત રાજયના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા ઉપસ્‍થતિ રહેશે. યુવા સંમેલનમાં સુપ્રસીધ્‍ધ લેખક તથા મોટીવેશનલ સ્‍પીકર જય વસાવડા યુવાનોને પ્રસંગોચિત ઉદ્વોધન કરશે. આ સંમેલનમાં અતિથી વિશેષ તરીકે આઇઆઇટી મુંબઈના રાજ ગોઠી, સમગ્ર ભારતમાં થ્‍ચ્‍ચ્‍ ગર્લ્‍સમાં પ્રથમ દ્વિજા ધર્મેશ પટેલ, હર્ષિત કાવર, ચિરાગ પાણ, ચિંતન સીતાપરા, રીચી કોટડીયા, ભાવેશ વરમોરા, નિધેય પાણ, મનોજ વરમોરા, દિપક ઢોલ, અંકુર ભાલોડીયા, ચિંતન ભાલોડીયા, જય ઉકાણી, હાર્દિક વરમોરા, રીમલ કટારીયા, પરેશ હાંસલીયા, સાગર ગોવાણી, નિલેશ ઘેટીયા, લવ ઉકાણી, સમીર હાંસલીયા, અમર ભાલોડીયા, મિત ઘરસંડીયા, વિરલ ઠોરીયા, રીષી કણસાગરા, રાહુલ ગોવાણી, જયેશ કૈલા, જીત સાપરીયા, આદિત્‍ય પટેલ, દિપક લાલકીયા, જયસુખ લિખીયા, ડો. મેહુલ બરાસરા, બ્રિજેશ કાલરીયા, રાજ સાપરીયા, ધવલ હરિપરા, જયેશ જાવીયા, લખન ફળદુ, તમન્ના ઝાલોડીયા, જાનકી પટેલ, વિરલ માકડીયા, અંકિતા માણાવદરીયા રાધા ઉકાણી, ક્રિષ્‍ના રાણીપા ઉપસ્‍થિત રહેશે. તેમ શ્રી ૧& શતાબ્‍દી મહોત્‍સવની પ્રેસ મિડીયા સમિતિના અધ્‍યક્ષ રમેશભાઈ ઘોડાસરા તથા મંત્રી રજની ગોલની યાદીમાં જણાવાયુ છે.

 મા ઉમાના શ્રી ૧& શતાબ્‍દી મહોત્‍સવમાં સંસ્‍કારતીર્થ પુસ્‍તકમેળો

ર૦૦૦ ચોરસ ફુટ જગ્‍યામાં ચુનંદા પુસ્‍તકો મોટા વળતરથી :  જે માણસ વાંચતો નથી તે વાંચી ન શકનાર (અભણ) કરતા જરાય ચડીયાતો નથી

રાજકોટ તા. શ્રી ૧& શતાબ્‍દી મહોત્‍સવની વિવિધ -વળતીઓમાં સંસ્‍કાર ધડતરને પણ -ાધાન્‍ય અપાયુ છે. મહોત્‍સવમાં ૨ હજાર ચોરસ ફુટ જગ્‍યામાં રાજય કક્ષાના એક ભવ્‍ય પુસ્‍તક મેળાનું આયોજન હાથ ધરવામાં આવ્‍યુ છે. આ પુસ્‍તક મેળામાં ગુજરાતના તમામ આગેવાન પુસ્‍તક -કાશકોના ચુંટેલા પુસ્‍તકોનું વિશાળ જથ્‍થામાં -દર્શીત થશે અને તેનું પડતર કિંમતે વેચાણ થશે. ૪૦ ટકા થી પ૦ ટકા વળતરે આ પુસ્‍તકો આપવામાં આવશે.

મા ઉમિયાનો મહોત્‍સવ અનેક સામાજીક ઉદેશ્‍ય સાથે યોજાનાર છે એવો જ એક ઉદેશ્‍ય એટલે સમાજને વાંચતો કરવો, ઝવેરચંદ મેઘાણી એ લખ્‍યુ છે કે ઁ-જા જો બકાલાં પાછળ આઠ આના ખર્ચતી હોય તો તે સદ્‌કાંચનના પુસ્‍તકો માટે અડધો ખર્ચે તે જોવાની અભિલાષા છેઁ વાંચનથી વિચાર શકિત ખીલે અને સમજણ કેળવાય છે સદ્વાંચન સમાજને સંસ્‍કારી અને સમળધ્‍ધ બનાવે છે. આવા હેતુ થી ઉમિયાધામ સિદસર ના આંગણે સંસ્‍કારતીર્થ પુસ્‍તક મેળાનું આયોજન કરવામાં આવ્‍યુ છે. આ પુસ્‍તકમેળામાં ગુજરાતના મુખ્‍ય -કાશકોના ચૂંટેલા ચુનીદા પુસ્‍તકો મોટા વળતરથી ઉપલ્‍બધ થશે. આ પુસ્‍તક મેળામાં ઘરમાં ગ્રંથમંદિર, સંસ્‍કારનો કરીયાવર, બાલ સાહીત્‍યનો બગીચો, યૌવન વીંઝે પાંખ, નારી જીવન માટે -ેરક પુસ્‍તકો, અનુભવની એરણે જેવા સિનીયર સીટીઝન માટે પુસ્‍તકો, ધર્મ આધ્‍યાત્‍મીક, બાલ સાહીત્‍ય, યુનિર્વસીટીના પુસ્‍તકો વિષય -માણે વિભાગો મુજબ ગોઠવાશે બે ગ્રામ સોનાની કિંમતમાં દિકરીને ૧રપ પુસ્‍તકોનો સંસ્‍કારનો કરીયાવર આપી શકાય છે. આ તમામ પુસ્‍તકો ૪૦ થ પ૦ ટકા વળતરથી ભાવીકોને ઉપલ્‍બધ કરાવાશે આ ઉપરાંત ઘરમાં ગ્રંગ મંદિર બનાવવાના હેતુસર ૫૧ પુસ્‍તકો નો એક અલગ વિભાગ ગોઠવાશે. આ અવસરે સંસ્‍કારતીર્થ સમાન આ પુસ્‍તક મેળામાં પધારવા સમગ્ર સમાજને અપીલ કરવામાં આવી છે. પુસ્‍તક -ેમીઓ નિરાંતે પુસ્‍તક પસંદ કરી શકે તેવું સુંદર આયોજન કરવામાં આવ્‍યુ છે. ગીરદી ન થાય તેવા હેતુ થી કેશ કાઉન્‍ટરોને કોમ્‍પ્‍યુટરરાઈઝ કરી ઝડપથી બીલ બનાવવાની સુચારુ વ્‍યવસ્‍થા પુસ્‍તક મેળા સમિતિના અધ્‍યક્ષ વનરાજભાઈ પટેલ, ઉપાધ્‍યક્ષ કૌશીકભાઈ ડઢાણીયા, મંત્રી ડીમ્‍પલબેન ભુત, સહમંત્રી હિરેન વાછાણી સહીતના સભ્‍યો દ્રારા કરવામાં આવી છે.

(4:55 PM IST)