તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Wednesday, 25th December 2024
સ્વેટર પહેરવું કે રેઇનકોટ ? કડકડતી ઠંડી અને ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે વરસાદની આગાહી :ભારે પવન પણ ફુંકાશે
ભેજવાળા પવન-ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ: અમદાવાદ શહેરમાં ધુમ્મસની ચાદર : એક જ દિવસમાં તાપમાનમાં 5 ડિગ્રીનો ઘટાડો

અમદાવાદ :છેલ્લા કેટલાક દિવસમાં બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન-ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યુ છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી 26થી 28 ડિસેમ્બરના રોજ કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થવાની સાથે 30થી 40 કિમીની ગતિએ પવન ફૂંકાઈ શકે છે.
ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં હાલ હિમવર્ષા થઈ રહી છે, જેના કારણે હાલ રાજ્યમાં ઠંડીમાં વધારો થયો છે. આજે પણ વહેલી સવાર અમદાવાદ શહેરમાં ધુમ્મસની ચાદર છવાયેલી છે. મંગળવારના રોજ અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં તાપમાનમાં 5 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, નલિયામાં સૌથી ઓછું 7.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સાથે વડોદરામાં 14.2 ડિગ્રી, ડીસામાં 12.8 , અમરેલીમાં 11.8, રાજકોટમાં 9, ભુજમાં 10.6, અમદાવાદમાં 12.7, સુરતમાં 16.8, કંડલા પોર્ટમાં 13.0, ભાવનગરમાં 13.5, દ્વારકામાં 14.5, વેરાવળમાં 13.9 અને ઓખામાં 18.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
(11:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
