<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th December 2024

યુ-વિન પોર્ટલ સગર્ભા અને બાળકો માટે રસીકરણ સેવાનું પ્‍લેટફોર્મઃ રામભાઈ મોકરીયા

સંસદમાં આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિષયક પ્રશ્‍ન પૂછતા રાજ્‍યસભાના સાંસદ

રાજકોટ, તા.૨૪: પાર્લામેન્‍ટમાં ભારત સરકારના આરોગ્‍ય કુટુંબ કલ્‍યાણ વિભાગને સંસદસભ્‍ય રામભાઈ મોકરીયાએ પ્રશ્‍નો પુછીને વિગતો જાણી હતી.

જેમ યુ-વિન પોર્ટલની મુખ્‍ય લાક્ષણિકતાઓ કે જે યુનિવર્સલ ઇમ્‍યુનાઈઝેશન પ્રોગ્રામ હેઠળ સગર્ભાસ્ત્રીઓ અને બાળકો માટે રસીકરણ સેવાઓના સંપૂર્ણ ડિજિટાઇઝેશન માટે વિકસાવવામાં આવી અને આ સેવામાં જાગળતિ લાવવામાં અને નાગરિકો માટે રસીકરણની પહોંચની સુવિધામાં આ એપ્‍લિકેશનની ભૂમિકા શું છે.

ઉપરોક્‍ત પ્રશ્‍નોના સંદર્ભમાં કેન્‍દ્રના રાજ્‍યકક્ષાના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રાલયના મંત્રી અનુપ્રિયા પટેલ દ્વારા જવાબ આપવામાં આવેલ છે.

U.WIN એ સગર્ભાસ્ત્રીઓ અને બાળકોને(જન્‍મથી ૧૬ વર્ષ સુધી) યુનિવર્સિલ ઇમ્‍યુનાઈઝેશન પ્રોગ્રામ (UPI) હેઠળ પૂરો પાડવામાં આવતી તમામ રસીકરણ સેવાઓના ડીજીટલાઈઝેશન માટેનું ડિજિટલ પ્‍લેટફોર્મ છે. રસીકરણ કરનારાની મુખ્‍ય વિશેષતાઓમાં ‘એની ટાઈમ એક્‍સેસ' અને ‘એનિવહેર' રસીકરણ સેવાઓ, આયુષ્‍યમાન ભારત હેલ્‍થ એકાઉન્‍ટ(ABHA) અને ચાઈલ્‍ડ ABHA, સ્‍વ નોંધણી મોડયુલ સ્‍વયંસંચાલિત SMS ચેતવણીઓ. OR- આધારિત રસીકરણ પ્રમાણપત્ર અને ડેટા એન્‍ટ્રી માટે ઓફલાઈન મોડનો સમાવેશ થાય છે.

U-WIN ડિજિટલ પ્‍લેટફોર્મમાં નાગરિકો અને રસીકરણ કરનાર બંને માટે ઉપયોગમાં સરળતા અને સુલભતા માટે મોબાઇલ એપ્‍લિકેશન છે. U-WIN ૧૧ ભારતીય ભાષાઓમાં ઉપલબ્‍ધ છે વારંવાર પૂછાતા પ્રશ્‍નો(FAQs) દ્વારા U-WINના મુખ્‍ય લક્ષણો અને ઉપયોગ જેવા કે નોંધણી, એપોઇન્‍ટમેન્‍ટ બુકિંગ અને રાષ્‍ટ્રીય રસીકરણ શેડ્‍યુલ અંગે નાગરિકો અને ફ્રન્‍ટ લાઇન કામદારો બંનેને માર્ગદર્શન આપે છે. તેમ રામભાઈ મોકરીયાએ પૂછેલા પ્રશ્‍નના જવાબમાં જણાવ્‍યું હતું.

(11:24 AM IST)