<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th December 2024

બનાસકાંઠાના કાંકરેજ તાલુકાનુ વિભાજન કરી શિહોરી અને થરાને તાલુકો બનાવવા રજૂઆત : ધારાસભ્યે લખ્યો મુખ્યપ્રધાનને પત્ર

ભૌગોલિક ક્ષેત્રફળમાં કાંકરેજ તાલુકાનો બહુ જ મોટો વિસ્તાર હોવાથી લોકોને હાલાકી

અમદાવાદ :  કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ  પટેલને પત્ર લખી કાંકરેજ તાલુકાના વિભાજન કરવાની માંગ કરી છે. ભૌગોલિક ક્ષેત્રફળમાં કાંકરેજ તાલુકાનો બહુ જ મોટો વિસ્તાર હોવાથી લોકોને હાલાકી પડી રહી હોવાનો ઉલ્લેખ પત્રમાં કર્યો છે.

  કાંકરેજ તાલુકાનું વિભાજન કરીને શિહોરી અને થરાને તાલુકા મથક બનાવવામાં આવે તેવી પણ તેમણે પત્રમાં માંગ કરી છે. 90 થી વધુ ગામો ધરાવતા કાંકરેજ તાલુકાનું વિભાજન કરાય તો 40થી વધુ ગામો નવીન શિહોરી તાલુકામા સમાવેશ થઇ શકે છે બીજી તરફ 45થી વધુ ગામો નવીન થરા તાલુકા મથકને મળી શકે છે. કાંકરેજ તાલુકાનો વિસ્તાર મોટો હોવાથી લોકોનું સમય અને નાણાનો દુરુપયોગ થાય છે
 

(11:52 AM IST)