<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th December 2024

ગુજરાત રાજ્ય સંચાલક મંડળ દ્વારા બાળકની ઉંમર પ્રમાણે ધોરણમાં પ્રવેશના નિયમોમાં ફેરફારની માંગ

ધોરણ 1 ભણ્યા બાદ 7 માં વર્ષ બીજા ધોરણમાં વાલી ન મોકલવા ઈચ્છે અને ધોરણ 1માં જ ફરી પ્રવેશ-ભણાવવાની ઈચ્છા રાખે તો પણ ભણાવી શકતા નથી.

અમદાવાદ : ગુજરાત રાજ્ય સંચાલક મંડળ દ્વારા બાળકની ઉંમર પ્રમાણે ધોરણમાં પ્રવેશના નિયમોમાં ફેરફારની માંગ કરાઈ છે.

જો બાળક અભ્યાસમાં નબળું હોય અને ધોરણ 1થી 5 સુધીમાં કોઈ ધોરણમાં ફરીથી ભણાવવા ઈચ્છે કે 7 માં કે 8 માં વર્ષે ધોરણ 1 માં પ્રવેશ ઈચ્છે તો પણ સ્કૂલો આપી શકતી નથી. જેથી સ્કૂલ સંચાલક મંડળે બાળકની ઉંમર પ્રમાણે ધોરણમાં પ્રવેશના નિયમોમાં ફેરફારની માંગણી કરી છે.

RTI એક્ટ હેઠળ 6 થી 14 વર્ષના બાળકોને ભણવાના અધિકાર મુજબ બાળક કોઈ પણ ધોરણમાં સીધો અભ્યાસ કરી શકે છે પરંતુ બીજી બાજુ બાળકની ઉંમર પ્રમાણે જ વિવિધ ધોરણમાં પ્રવેશનો નિયમ છે. હાલ પેલી જુને છ વર્ષ પૂરા કરનારને જ ધોરણ 1માં પ્રવેશનો નિયમ છે જેમાં કોઈ છૂટછાટ આપી શકાય તેમ નથી. પરંતુ જો બાળક ભણવામાં નબળું હોય
અને ધોરણ 1 ભણ્યા બાદ 7 માં વર્ષ બીજા ધોરણમાં વાલી ન મોકલવા ઈચ્છે અને ધોરણ 1માં જ ફરી પ્રવેશ-ભણાવવાની ઈચ્છા રાખે તો પણ ભણાવી શકતા નથી.

કારણ કે યુડાયસ પોર્ટલમાં એન્ટ્રી ફરજિયાત હોવાથી બાળકની ઉંમર 7 વર્ષ હોય તો તેને બીજા ધોરણમાં જ પ્રવેશ મળે છે અને 8 વર્ષ હોય તો ત્રીજા ધોરણમાં જ પ્રવેશ મળે છે. ગુજરાત રાજ્ય સંચાલક મંડળ દ્વારા હાલ આ નિયમમાં ફેરફાર કરવા રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી છે. ફરજીયાત શિક્ષણના કાયદામાં તથા પોર્ટલમાં સુધારો કરવામાં આવે તેવી માંગણી
કરવામા આવી છે.  વાલી જો એફિડેવિટ અને લેખિતમાં આપે તો એક જ ધોરણમાં ફરી અભ્યાસ અને વધુ ઉંમરે પણ ધોરણ 1થી 3માં અભ્યાસની છૂટ આપવામા આવે.

(1:07 PM IST)