<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th December 2024

ગેરકાયદેસર રીતે કેનેડા મારફત અમેરીકા મોકલવા મામલે ઈડીના અમદાવાદ-વડોદરા સહિત ૮ સ્‍થળોએ દરોડા

અનેક દસ્‍તાવેજો ડિજીટલ ઉપકરણો-૨ વાહનો અને ૧૯ લાખ જપ્‍ત કરી લેવાયા

રાજકોટ, તા.૨પઃ એન્‍ડર્ફોસમેન્‍ટ ડાયરેકટરના અધીકારીઓએ ગેરકાયદેસર રીતે કેનેડા મારફતે યુએસ મોકલવા મામલે અમદાવાદ-વડોદરા સહિત ૮ સ્‍થળોએ દરોડા પાડી અનેક શંકાસ્‍પદ દસ્‍તાવેજો કબજા કર્યાનું બહાર આવ્‍યું છે.

ED એ ભાવેશ અશોકભાઈ પટેલ અને અન્‍ય (ડીંગુચા કેસ)ના કેસમાં ચાલી રહેલી તપાસના ભાગરૂપે ૧૦.૧૨.ર૦ર૪ અને ૧૯.૧૨.ર૦ર૪ના રોજ મુંબઈ, નાગપુર, ગાંધીનગર અને વડોદરામાં ૮ સ્‍થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. આ સ્‍થાનો પર સુનિયોજિત ષડયંત્ર રચવાનો, પીડીતો/વ્‍યકિતઓને ગેરકાયદેસર માધ્‍યમ દ્વારા કેનેડા મારફતે યુએસ મોકલવાનો અને માનવ તસ્‍કરીનો ગુનો કરવાનો આરોપ છે.

સર્ચ ઓપરેશન દરમિયાન, અન્‍ય કેટલાક ગુનાહિત દસ્‍તાવેજો, ડિજિટલ ઉપકરણો અને ૦ર વાહનો જપ્ત કરવામાં આવ્‍યા હતા અને બેંક ખાતાઓમાં રૂ.૧૯ લાખ (અંદાજે) જપ્ત કરવામાં આવ્‍યા હતા.

(3:08 PM IST)