<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th December 2024

ગ્રાન્‍ટેડ સરકારી લો-કોલેજોમાં પેનલ્‍ટી અને નવા નિયમોથી પ્રથમ વર્ષના ૩ હજાર છાત્રોના પ્રવેશ અટકયા

પ્રથમ ટર્મની પરીક્ષાનો સમય આવી ગયો છતાં પ્રવેશ ચિત્ર સ્‍પષ્‍ટ નથી : હવે ર૦રપ-ર૬ પ્રવેશ માટે અત્‍યારથી જ પ્રક્રિયા શરૂ કરવી પડે : ૩૦મીએ બાર કાઉન્‍સીલ ઓફ ઇન્‍ડીયાના ચેરમેનને રજૂઆત કરાશે

રાજકોટ, તા. રપઃ છેલ્લા કેટલાક સમયથી પ્રાર્થમીક માધ્‍યમીક અને ઉચ્‍ચતર તેમજ ઉચ્‍ચશિક્ષણમાં સમ્‍યાંતરે ફેરફાર આવી રહયા છે. ગુજરાત રાજયની કાયદા વિદ્યાશાખાની કોલેજોમાં બાર કાઉન્‍સીલ ઓફ ઇન્‍ડિયા તેમજ અન્‍ય નિયમોમાં આમુલ ફેરફાર આવતા પ્રથમ વર્ષના એડમીશન ટલ્લે ચડયા છે.

જાણવા મળતી વિગતો મુજબ ગુજરાત રાજયમાં પ૦ વર્ષથી વધુ જુની એ.એમ.પી. લો કોલેજને મંજુરી પ્રક્રિયામાં અવરોધ ઉભા થતા પ્રર્થમ વર્ષનાં ૧ર૦ થી વધુ વિદ્યાર્થીઓની પ્રવેશથી વંચીત રહયા છે. સામાન્‍ય રીતે નવુ શૈક્ષણીક સત્ર શરૂ થતુ હોય તે પહેલા કાઉન્‍સીલનું ઇન્‍સ્‍પેકશન રાજય સરકાર તેમજ અન્‍ય સલગ્ન વિભાગની પુર્તતા થતી હોય છે.

આ વર્ષે બાર કાઉન્‍સીલ ઓફ ઈન્‍ડિયાએ આ વર્ષે સરકારી ગ્રાન્‍ટ ઇન એઇડ અને ખાનગી કોલેજોમાં નિયમ મુજબ કલાસરૂમ, ઇન્‍ફ્રાસ્‍ટકચર, મુક કોર્ટ, શેક્ષણીક તેમજ બીનશૈક્ષણીક કર્મચારીઓની ભરતી કોલેજ માટે સ્‍વતંત્ર બિલ્‍ડીંગ ઇન્‍સ્‍પેકશનની કામગીરીમાં પુર્ણ કરી દેવી જોઇએ તોજ નવા વર્ષમાં પ્રવેશ મળે.

રાજકોટની એ.એમ.પી. લો કોલેજમાં સુવિધા હોવા છતાં એડમીશન માટે મંજુરી આપવામાં આવેલ નથી. ર૦૧૪ માં નવો નિયમ આવ્‍યો હતો કે દર વર્ષે ઇન્‍સ્‍પેકશન કરાવવું અને તેની નિયત ફી ભરવી. પરંતુ સતત ૭ વર્ષ સુધી કોઇ કાર્યવાહી ન થતા પેનલ્‍ટીની ડીમાન્‍ડ નીકળતા સરકારી અને ગ્રાન્‍ટેડ લો કોલેજને અંદાજે ૧પ થી ર૪ લાખની પેનલ્‍ટી ફટકારવામાં આવી છે. આ પેનલ્‍ટીની રકમ કોણ ભરે ? તે મુદે ભારે મુંજવણ થઇ રહી છે.

ર૦ર૪-રપ માં વર્ષના પ્રવેશની મુદતતો પુરી થઇ છે. પરીક્ષાનો સમય પણ આવી ગયો છે. આ વર્ષ પ્રવેશ થવાની શકયતા નહીવત છે. જો ર૦રપ-ર૬ ના શૈક્ષણીક વર્ષમાં પ્રવેશ માટે પેનલ્‍ટી સહીતની સમયસર કાર્યવાહી હાથ ધરવામાં નહી આવે તો આગામી વર્ષે પણ પ્રવેશ કાર્યવાહી થઇ શકશે નહી.બાર કાઉન્‍સીલ ઓફ ઇન્‍ડિયાના ચેરમેન મનનકુમાર મિશ્રા તા. ૩૦ ના ગુજરાત અમદાવાદની મુલાકાતે આવી રહયા છે. તેમને રજુઆત થવાની શકયતા પ્રર્વતે છે.

(4:19 PM IST)