<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th December 2024

રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝામાં 4882 રૂપિયા બોલાયો: જાણો અન્ય 22 માર્કટિંગ યાર્ડમાં શું ભાવ રહ્યો?:જુઓ સંપૂર્ણં યાદી

ગુજરાતની 22 માર્કેટિંગ યાર્ડમાં કુલ 857.84 ટન જીરાની આવક થઇ:જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન જીરાની આવક

અમદાવાદ :ગુજરાતની 22 માર્કેટિંગ યાર્ડમાં કુલ 857.84 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 4882 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 4050 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત રાજકોટમાં 4550 રૂ., ગોંડલમાં 4541 રૂ., વાવમાં 4537 રૂ., રાધનપુરમાં 4533 રૂ., વાંકાનેરમાં 4522 રૂ., હળવદમાં 4480 રૂ., માંડલમાં 4451 રૂપિયા ભાવ બોલાયો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 857.84 ટન આવક થઇ છે.

(7:25 PM IST)