તા. ૨૩ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ આસો સુદ – ૧૨ શુક્રવાર
News of Wednesday, 25th December 2024
પલસાણાના બલેશ્વર ગામેથી બોલેરો પીકઅપ ગાડીમાં દારૂની હેરાફેરી :13.85 લાખનો મુદામાલ જપ્ત : ડ્રાઇવરની ધરપકડ
મુદામાલ ભરાવનાર યાદવ તેમજ વાપી ખાતેથી ગાડીમાં માલ ભરી આપનાર યાદવ શેઠનો માણસ અને દારૂનો જત્થો લેવા આવનાર શખ્શોને વોન્ટેડ જાહેર કરાયા

સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબી પોલીસે પલસાણા તાલુકાના બલેશ્વર ગામેથી બોલેરો પીકઅપ ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ `13.85 લાખનો મુદામાલ જપ્ત કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
મળતી માહિતી મુજબ , સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબી પોલીસની ટીમ પલસાણા તાલુકાના બલેશ્વર ગામની સીમમાં ઇકો ટેક્ષટાઈલ પાર્કની નજીક સર્વિસ રોડ મુંબઈથી અમદાવાદ જતા ને.હા.48 પાસેથી પીકઅપ ગાડીને રોકીને તપાસ કરી હતી જેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો
પોલીસે 6,80,952 રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો, 7 લાખની કિમંતનો બોલેરો પીકઅપ ગાડી તેમજ એક મોબાઈલ ફોન મળી કુલ 13,85,952 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો. આ ઘટનામાં પોલીસે બોલેરો પીકઅપ ગાડીના ચાલક આકાશ રામજીભાઈ સરોજ [21] તેમજ મુદામાલ ભરાવનાર યાદવ તેમજ વાપી ખાતેથી ગાડીમાં માલ ભરી આપનાર યાદવ શેઠનો માણસ અને દારૂનો જત્થો લેવા આવનાર ઇસમોને વોન્ટેડ જાહેર કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(7:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
