<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th December 2024

રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ મહુવામાં 519 રૂપિયા સુધી બોલાયો: જાણો અન્ય 14 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણં યાદી

ગુજરાતની 14 માર્કેટ યાર્ડમાં કુલ 8,969.88 ટન ડુંગળીની આવક થઇ: કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ડુંગળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 14 માર્કેટ યાર્ડમાં કુલ 8,969.88 ટન ડુંગળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ મહુવામાં માર્કેટ યાર્ડમા 519 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં ડુંગળીનો ઉંચો ભાવ 380 રૂ. અને નીચો ભાવ 100 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય બીલીમોરામાં 500 રૂ., ખંભાતમાં 440 રૂ., ધોરાજીમાં 431 રૂ., ભાવનગરમાં 426 રૂ., ગોંડલમાં 421 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 8,969.88 ટન ડુંગળીની આવક થઇ છે.

(7:46 PM IST)