News of Wednesday, 25th December 2024
કાલે કચ્છ ,બનાસકાંઠા , સુરત, અમરેલી , ભાવનગર સહિતના જિલ્લામાં કમોસમી વરસાદની શકયતા
રાજ્યમાં આગામી ત્રણ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થઇ શકે ત્યારબાદ લઘુત્તમ પારો 3 ડિગ્રી સુધી ઘટી શકે

અમદાવાદ :કાલથી ત્રણ દિવસ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદની શકયતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે. કાલે બનાસકાંઠા, સુરત, અમરેલી, ભાવનગર સહિતના જિલ્લામાં માવઠું થઇ શકે છે. રાજ્યમાં આગામી ત્રણ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થઇ શકે છે. ત્યારબાદ લઘુત્તમ પારો 3 ડિગ્રી સુધી ઘટી શકે છે.
26 ડિસેમ્બરે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છમાં કમોસમી વરસાદની શક્યતા છે. જ્યારે 27 ડિસેમ્બરે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છમાં માવઠું થઇ શકે છે. 28 ડિસેમ્બરે ડાંગ, નવસારી, વલસાડ, તાપી, અમરેલી અને ભાવનગરમાં કમોસમી વરસાદની શક્યતા છે.
આજે રાજ્યમાં નોંધાયેલા મહત્તમ તાપમાનની વાત કરીએ તો વલ્લભ વિદ્યાનગરમાં 29.5 ડિગ્રી, સુરતમાં 29.3, મહુવામાં 28.6, અમરેલીમાં 28, વડોદરામાં 27.6, સુરેન્દ્રનગરમાં 27.3, ભાવનગરમાં 27.1, ગાંધીનગરમાં 26.8, વેરાવળમાં 26.8, રાજકોટમાં 26.5, અમદાવાદમાં 26.4, પોરબંદરમાં 26.4, કેશોદમાં 26, ડીસામાં 25.6, દ્વારકામાં 25, ભુજમાં 24, કંડલા પોર્ટમાં 24, નલિયામાં 23.8, ઓખામાં 23.4 ડિગ્રી મહત્તમ તામપાન નોંધાયું હતું.
ગત રાત્રે નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો નલિયામાં 8.5 ડિગ્રી, કેશોદમાં 9.4, અમરેલીમાં 9.7, રાજકોટમાં 9.8, ભુજમાં 11.4, પોરબંદરમાં 12.2, સુરેન્દ્રનગરમાં 12.6, મહુવામાં 12.6, ગાંધીનગરમાં 13, ભાવનગરમાં 13.4, ડીસામાં 13.5, કંડલા પોર્ટમાં 13.9, વડોદરામાં 14, વેરાવળમાં 14.7, અમદાવાદમાં 15, દ્વારકામાં 15.4, સુરતમાં 15.7, વલ્લભ વિદ્યાનગરમાં 16.4, ઓખામાં 17 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
(8:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
