News of Wednesday, 25th December 2024
નર્મદા જિલ્લામાં માત્ર એકજ 1962 પશુ એમ્બ્યુલન્સ હોવાથી રખડતા પશુઓ માટે જીવનું જોખમ
સરકારની આ સેવા ઘણી સારી છે પરંતુ આખા જિલ્લામાં હજારો પશુઓ અને તેમાં પણ રાજપીપળા શહેરના અસંખ્ય રખડતા જાનવરો માટે ઈમરજન્સીમાં જોખમ: આ જિલ્લામાં પશુપાલકો વધુ હોવાથી અન્ય જિલ્લા કરતા વધુ એમ્બ્યુલન્સ ફાળવી આપે એ જરૂરી

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લામાં ધરતીપુત્રો અને પશુપાલકોની સંખ્યા વધુ છે, આ જિલ્લામાં ખેતી વધુ પ્રમાણમાં છે માટે ગાય, ભેંસ સહિત ના પશુઓ તેમજ રાજપીપળા શહેરમાં રખડતા જાનવરો સાથે પાલતુ ડોગ અને સ્ટ્રીટ ડોગ પણ ઘણા છે તેવામાં સરકારે નર્મદા જિલ્લા માટે પશુ હેલ્પ લાઇનમાં સેવા આપતી 1962 પશુ એમ્બ્યુલન્સ એક જ હોવાથી આ જિલ્લા ના પશુઓ માટે જોખમી કહી શકાય, કેમ કે આ એમ્બ્યુલન્સ કોઈ પશુ ના કોલમાં હોય એ દરમિયાન અન્ય પશુને કોઈ તકલીફ આવે ત્યારે આ પશુ ને સારવાર આપવામાં સ્વાભાવિક વિલંબ થાય અને રખડતા ડોગ કે અન્ય મોટા રસ્તે રખડતા જાનવરો જો કોઈ મોટા વાહનની અડફટમાં કે અન્ય કોઈ કારણે ઇજાગ્રસ્ત થયા તેવા સમયે જો પશુ હેલ્પલાઇન બીજા કોલ માં હોય અને લેટ પડે તો ઇજાગ્રસ્ત પશના જીવનું જોખમ ચોક્કસ ઉભુ થાય માટે નર્મદા જિલ્લા જેવા દરેક જિલ્લાઓમાં સરકારે આ હેલ્પલાઇન માં એમ્બ્યુલન્સની સંખ્યા વધારવી જોઈએ તેવી પશુપાલકોની માંગ છે.
(10:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
