<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th December 2024

સાગબારા પો.સ્ટે ના પ્રોહી.ના ગુનાના ભાગેડુ આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી. ટીમ નર્મદા

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે નાઓએ જીલ્લાના તમામ પો.સ્ટે. વિસ્તારમાં દાખલ થયેલ નાસતા ફરતા આરોપીઓને હ્યુમન સોર્સ અને ટેક્નીકલ ઇન્ટેલીજન્સથી શોધી કાઢવા પરીણામલક્ષી કામગીરી કરવા કડક સૂચના તથા સીધા માર્ગદર્શન હેઠળ આર.જી ચૌધરી પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી નર્મદાનાઓએ એલ.સી.બી. ટીમને ટેકનીકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સ આધારે ચોક્કસ બાતમી હકીકત મેળવી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સારૂ સુચન આપતા, બાતમી મળેક કે સાગબારા પો.સ્ટે પ્રોહી. ના ગુનાના કામે નાસતો ફરતો મીતેશ ઉર્ફે મિતુલ નવીનભાઈ ચૌધરી (રહે.બડતાલ તા.માંડવી જી.સુરત )નાને સુરત જીલ્લાના ઘંટોલી ખાતે હોય તેવી બાતમી મળતા એલસીબી ટીમ ઘંટોલી ગામ ખાતે જઈ આ આરોપી ને પકડી પાડી કાયદેસર કાર્યવાહી સારુ સાગબારા પોલીસ સ્ટેશન સોપવામાં આવેલ છે.

(10:53 PM IST)