<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th December 2024

કુંવરખાડી ગામના નાળા પાસે મરણમાં જઈ રહેલા વ્યક્તિઓની બાઇકને ઈકોએ અથડાતા એકનું મોત

(ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના કુંવરખાડી ગામના નાળા પાસે બાઇકને ઈકો એ અથાડતા એકનું મોત નિપજ્યું હતું

   મળતી વિગતો અનુસાર મંગલસિંગ ઈન્દ્રસિંગ વલવી.( રહે. જાંબીપાણી. તા.અક્કલકુવા, જિ.નંદુરબાર, મહારાષ્ટ્ર) નાઓ એ આપેલ ફરિયાદ મુજબ તથા મરનાર યોગેશ ગીરધર વસાવે, રહે.રાજની.તા.અક્કલકુવા જિ.નંદુરબાર, મહારાષ્ટ્ર રાજ્ય) નાઓ દેવમોગરા ખાતે સ્પ્લેન્ડર પ્રો.મોટર સાઈકલ નં.GJ-19-AE- 6365ની ઉપર જતા હતા હતા તે દરમ્યાન કુંવરખાડી ગામની સ્કુલ પાસેના નાળાથી ઉપર ઢાળ ચઢતાં ડાબી તરફના વળાંક પાસે ઈકો ગાડી નંબર GJ-16- CH-4328 ના ચાલક એ પોતાના કબજામાની ઇકો ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી લાવી સામેથી આવતી તેમની મો.સા.ને ટક્કર મારી દેતાં બાઇક પર સવાર બંને મો.સા. સાથે રોડની સાઇડમાં ફેકાઇ જતા મંગલસિહ ને જમણા પગમાં ફેકચરની કરી તથા છાતીના ભાગે ઇજા પહોંચાડી તથાયોગેશ ગીરધર વસાવે ને ગંભીર ઈજાઓ પહોંચાડી સારવાર દરમ્યાન મોત નીપજાવી પોતાના કબજામાની ઇકો ગાડી નંબર GJ-16-CH- 4328 લઇ નાસી જઈ ગુનો કરતા સાગબારા પોલીસે ઈકો ના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(10:54 PM IST)