News of Thursday, 26th December 2024
સટ્ટાના બાકી રૂપિયાને લીધે કાપોદ્રાથી વેપારીનું અપહરણ : પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી
વેપારી બુકી હોવાનું અને તેની પાસે રાજકોટથી 10 કરોડ રૂપિયા આવ્યા હોવાનું કહી એક કરોડ રૂપિયાની ખંડણી માટે ધમકાવી અબ્રામા ગામ પાસે છોડી દેવાયો

સુરત ઓનલાઇન મોબાઇલ એસેસરીઝના ધંધા સાથે સંકળાયેલા વેપારીનું કાપોદ્રા ચાર રસ્તા પાસેથી કારમાં અપહરણ કરાયું હતું. આ વેપારી બુકી હોવાનું અને તેની પાસે રાજકોટથી 10 કરોડ રૂપિયા આવ્યા હોવાનું કહી એક કરોડ રૂપિયાની ખંડણી માટે ધમકાવી અબ્રામા ગામ પાસે છોડી દેવાયો હતો. પોલીસે ત્રણ અપહરણકર્તાઓને દબોચી લીધા હતા.
ઝડપાયેલા ખુશાલે પોલીસને જણાવ્યું હતું કે, આકાશ સાથે તેની મિત્રતા બંનેના કોમન ફ્રેન્ડ દિપેન સાથે થઇ હતી. તે વખતે ત્રણેય સટ્ટો રમતા હતા તે વખતના અઢી લાખ રૂપિયા આકાશ પાસે લેવાના હતા તે નહીં આપતો હોવાથી ઉઘરાણીમાં અપહરણ કર્યું હતું. બીજી તરફ આકાશ પોતે ક્યારેય સટ્ટો રમતો નહીં હોવાનું પોલીસને જણાવતો હોઇ મામલો ગૂંચવાયો છે.
ખુશાલે વધુમાં જણાવ્યું હતું કે, દિપેન હાલ ઓસ્ટ્રેલિયા રહે છે. તેણે થોડાક સમય પહેલા ફોન કરીને જણાવ્યું હતું કે આકાશ પાસે 10 કરોડ રૂપિયા આવ્યા છે. જેથી નાણાં પરત મળવાની અપેક્ષા જાગી હતી. ખુશાલે પોતાની સાથેના સાગરીતોને 40 લાખની ઉઘરાણી બાકી હોવાનું જણાવ્યું હતું. 40 લાખ બાદ ખંડણીમાંથી જે રકમ બચશે તેનો સરખો ભાગ કરવાનું કહ્યું હતું.
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
