<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

આંતરરાષ્ટ્રીય ક્રૂડ માર્કેટમાં મોટો ઉલટફેર: આંતરરાષ્ટ્રીય સ્તરે ભડકે બળતા ક્રૂડ ઓઇલના ભાવોને સ્થિર કરવા ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાની તેલ પરના પ્રતિબંધો હટાવ્યા: કડક આર્થિક પ્રતિબંધો અચાનક હળવા કર્યા: ન્યુઝ ફર્સ્ટ : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને વૈશ્વિક તેલ બજારમાં એક અત્યંત ચોંકાવનારો અને મોટો નિર્ણય લીધો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભડકે બળતા ક્રૂડ ઓઇલના ભાવોને સ્થિર કરવા માટે અમેરિકાએ ઈરાની તેલ પર લગાવેલા કડક આર્થિક પ્રતિબંધો અચાનક હળવા કર્યા છે. અંગ્રેજી, હિન્દી અને ઉર્દુ ડિજિટલ મીડિયાના અગ્રણી અહેવાલો અનુસાર, અમેરિકાની આ નવી નીતિ અને લીલી ઝંડી બાદ હવે રશિયન અને ઈરાની ક્રૂડ ઓઇલના બેરલ ફરી એકવાર સત્તાવાર રીતે આંતરરાષ્ટ્રીય બજારોમાં પ્રવેશ કરી રહ્યા છે. નિષ્ણાતોના મતે, આ પગલું વિશ્વભરમાં વધતા ફુગાવાને નિયંત્રિત કરવા માટે લેવામાં આવ્યું છે. આ નિર્ણયથી મધ્ય પૂર્વના ભૌગોલિક અને આર્થિક સમીકરણોમાં જંગી બદલાવ આવશે અને તેલની અછતનો સામનો કરી રહેલા દેશોને મોટી રાહત મળશે.*9:42 AM IST

અમેરિકન પ્રમુખનો ૯૦ મિનિટમાં જ યુ-ટર્નઃ પહેલા કહ્યું ઈરાન સાથે યુદ્ધવિરામ નહીં થાયઃ થોડી જ વારમાં કહ્યું ઈરાન સાથેનું યુદ્ધ સમાપ્ત કરવા વિચારી રહ્યો છું! અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષ અને યુદ્ધવિરામ અંગે માત્ર ૯૦ મિનિટ (દોઢ કલાક) ના ટૂંકા ગાળામાં જ પોતાનું વલણ સંપૂર્ણપણે બદલી નાખતા આંતરરાષ્ટ્રીય સ્‍તરે ભારે અસમંજસ ઊભી થઈ હોવાનો ન્‍યુઝ ફર્સ્‍ટ જણાવે છે વોશિંગ્‍ટન સમય મુજબ બપોરે ૩.૪૩ વાગ્‍યે (ઈટી) ટ્રમ્‍પે અત્‍યંત આક્રમક શબ્‍દોમાં સ્‍પષ્ટ જાહેરાત કરી હતી કે, મારે ઈરાન સાથે કોઈ જ યુદ્ધવિરામ કરવો નથી. પરંતુ, આヘર્યજનક રીતે સાંજે ૫.૧૩ વાગ્‍યે (ઈટી) તેમણે પોતાનો જ નિર્ણય ફેરવી તોળતા એક નવું નિવેદન આપ્‍યું કે, હું ઈરાન સાથેનું યુદ્ધ ધીમે ધીમે સમાપ્ત કરવા પર વિચાર કરી રહ્યો છું. વિવિધ આંતરરાષ્ટ્રીય ન્‍યૂઝ એજન્‍સીઓએ રાષ્ટ્રપતિના આટલા ઝડપી યુ-ટર્નને સૌથી પહેલા બ્રેકિંગ ન્‍યૂઝ તરીકે આવરી લીધો છે, જે વૈશ્વિક સ્‍તરે અમેરિકાની રણનીતિ પર અનેક સવાલો ઊભા કરી રહ્યો છે.11:08 AM IST

અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-૨૦૨૬'નો ભવ્ય પ્રારંભ: 'શ્રી અન્ન' દ્વારા તંદુરસ્ત ગુજરાતનો સંકલ્પ : રાસાયણિક ખેતી સામે 'શ્રી અન્ન' એક મજબૂત વિકલ્પ: ગુજરાતમાં ૮ લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા: કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી : સ્વસ્થ અને તંદુરસ્ત ભાવિ માટે મિલેટને માત્ર આહાર નહીં, પણ જીવનશૈલી બનાવીએ: પૂર્વ સહકાર રાજ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિડિયો સંદેશ દ્વારા સૌને મિલેટ મહોત્સવના પ્રારંભે શુભેચ્છાઓ પાઠવી : સૌ નાગરિકોને ‘શ્રી અન્ન’નો ઉપયોગ વધારીને તંદુરસ્ત ગુજરાતના નિર્માણમાં સહભાગી થવા આહ્વાન કર્યું : કૃષિ અને પશુપાલન રાજ્યમંત્રી રમેશભાઈ કટારાની પ્રોત્સાહક ઉપસ્થિતિ : મહોત્સવમાં નાગરિકો મિલેટની શુદ્ધ બનાવટોની ખરીદી તથા પૌષ્ટિક વાનગીઓનો સ્વાદ માણી શકશે : રાજ્યકક્ષાના ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૬'નો પ્રારંભ3:08 PM IST

ડોક્‍ટર પાસે ૨૫ લાખની ખંડણી માંગનાર કથીત પત્રકારોની ટોળકી પૈકીના એકે કહ્યું-અમે બધા એક જ છીએ, રૂપિયા આપો એટલે બધું પુરૂ! : ૨૦૨૪માં ડોક્‍ટરન વ્‍હોટ્‍સએપમાં અંગત પળોનો વિડીયો મોકલી કોલ કરી ૫૦ લાખ મંગાયાઃ ન આપે તો જીવવા જેવા નહિ રહેવા દે તેવી ધમકી અપાઇઃ પછી ભારત હેડલાઇન્‍સના અમિત ઠક્કરે કાર્ટુન મીમ સાથે ફોટો વાયલ કર્યોઃ અમદાવાદના ઘનશ્‍યામે પણ ફોન કરી માણસને મોકલી ધમકી અપાવીઃ બાદ સત્‍યની ગર્જનના હિરેન, અજયસિંહ, હાર્દિકે કહ્યું-અમને આ વિડીયો તમારા જ ડો. કમલ નાંઢાએ દીધા છેઃ અમે આ વિડીયો ભારત ટાઇમ્‍સના જીગર, ભારત હેડલાઇન્‍સના અમિત ઠક્કરને દીધા છેઃ જો રૂપિયા૨૫ લાખ નહિ દો તો વિડીયો વાયરલ થશે : ભારત ટાઇમ્‍સના જતીને ડોક્‍ટરના દુધવાળાને બોલાવી વિડીયો બતાવી ૩૦ લાખ માંગ્‍યાઃ જતીનની પત્‍નિએ પણ કર્યો ગર્ભીત ધમકીભર્યો ફોનઃ બી-વનના ભરતે ગંદી રીલ મોકલીઃ રાજકોટ હેડલાઇન્‍સના જગદીશ તેરૈયાએ રૂબરૂ મળી ધમકી દઇ પછી ન્‍યુઝ વાયરલ કરી ડોક્‍ટરને પીડીએફ મોકલીઃ સમગ્ર કારસ્‍તાન સાથી ડો. કમલ નાંઢાએ ઘડયું હતું: તેણે સ્‍પાય કેમેરાથી વિડીયો બનાવી પરિચીત કહેવાતા ત્રણ પત્રકારોને આપ્‍યાઃ આ ત્રણેયએ બાકીનાને આપ્‍યાઃ પછી બધાએ સાથે મળી વારાફરતી ૨૫થી ૩૦ લાખની ખંડણી માંગીઃ સાયબર ક્રાઇમ પોલીસના પીઆઇ જે. એમ. કૈલાએ એસીપી ચિંતન પટેલની રાહબરીમાં તપાસ શરૂ કરી : જતીને વિડીયો બતાવી ૫૦ હજાર પડાવી લીધા પછી ધમકી દીધી કે-બીજી રકમ બે દિવસમાં નહિ આપે તો જીવવા જેવા નહિ રહેવા દઇએઃ જગદીશે ધમકી આપી કહ્યું-એવા બદનામ કરશું કે આત્‍મહત્‍યા સિવાય રસ્‍તો નહિ રહે! : વિગતો જણાવતાં ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા2:05 PM IST