તા. ૨૧ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૪ શનિવાર
News of Thursday, 26th December 2024
ત્રણ બાળકોની માને થયો બીજી વાર પ્રેમ, પતિએ જ પ્રેમી સાથે પરણાવી દીધી
આને કહેવાય દિલદાર પતિ! પતિએ પરમેશ્વર બનીને પોતાની જ પત્નીના લગ્ન એના પ્રેમી સાથે કરાવી દીધા : પતિને ત્રણ બાળકો છે અને મહિલાનો પ્રેમી બે બાળકોનો પિતા છે

પાટણ, તા.૨૬: કહેવાય છે કે પતિ અને પત્નીનો સંબંધ વિશ્વાસ પર ટકેલો હોય છે. જો તેમાં થોડો પણ અવિશ્વાસ આવી જાય તો તિરાડ પડતા વાર લાગતી નથી. એમાં પણ જો બંનેમાંથી કોઈ બેવફાઈ કરે તો, કોઈ પણ સહન કરી શકતા નથી. પરંતુ હાલ એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં પત્ની માટે પતિ ભગવાન સાબિત થયો છે, એમ કહેવું બિલકુલ ખોટું નથી. પતિએ પરમેશ્વર બનીને પોતાની જ પત્નીના લગ્ન એના પ્રેમી સાથે કરાવી દીધાનો ચોંકાવનારી ઘટના સામે આવી છે. રસપ્રદ વાત એ છે કે, પતિને ત્રણ બાળકો છે અને મહિલાનો પ્રેમી બે બાળકોનો પિતા છે. આ કિસ્સો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આવો જાણીએ શું છે સમગ્ર મામલો.
મામલો બિહારના સહરસા જિલ્લાનો છે, જ્યાં એક પતિએ તેની પત્નીના તેના પ્રેમી સાથે લગ્ન કરાવી દીધા. તેને પતિની મજબૂરી, સંમતિ કે બલિદાન જે પણ કહો. પરંતુ આ મામલો ખરેખર નવાઈ પમાડે તેવો છે. ૧૨ વર્ષ પહેલા એક વ્યક્તિએ પ્રેમલગ્ન કર્યા, લગ્નના થોડા સમય બાદ જ તેની પત્નીને બે બાળકોના પિતા સાથે પ્રેમમાં પડી. જે બાદ તે પતિએ પોતાના પ્રેમનું બલિદાન આપીને તેની પત્નીના બોયફ્રેન્ડને લગ્ન માટે તૈયાર કર્યો. મામલો જાણ્યા પછી તમે પણ કહેશો કે આ પતિ ખરેખર ભગવાન નીકળ્યો. આવા દેવ માણસ તો ભાગ્યે જ જોવા મળે છે.
સોશિયલ મીડિયા પર આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં પ્રેમી બોયફ્રેન્ડ ત્રણ બાળકોની માતાને સિંદૂર લગાવતો જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પુરુષ મહિલાની માંગમાં સિંદૂર ભરી રહ્યો છે અને ગામલોકો નજીકમાં ઊભા રહીને તમાશો જોઈ રહ્યા છે. જોકે અમે આ સમગ્ર ઘટનાની પુષ્ટિ નથી કરી રહ્યા, પરંતુ જો મામલો ખરેખર સાચો છે તો વિચલિત કરી દે તેવો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને લઈને અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
વીડિયો વાયરલ થયા બાદ તે ઈન્ટરનેટ પર ઝડપથી શેર થતા જ યુઝર્સ કોમેન્ટ સેક્શનમાં કપલની મજાક ઉડાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું.. ભાઈ, તું તો દેવ માણુષ નીકળ્યો. અન્ય યુઝરે લખ્યું.. આ બધું શું જોવું પડે છે, મને ચક્કર આવી રહ્યા છે. અન્ય યુઝરે લખ્યું.. બસ આ કારણોસર હું લગ્ન નથી કરી રહ્યો. ઘણા યુઝર્સ આ કળત્યને શરમજનક ગણાવી રહ્યા છે અને તેને પુરુષ જાતિ પર ડાઘ લાગ્યો હોય એમ ગણાવી રહ્યા છે.
(3:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
