<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th December 2024

રાજયમાં કડકડતી ઠંડી વચ્ચે ગાજવીજ,ભારે પવનો સાથે કમોસમી વરસાદ અને કરા પડવાની આગાહી

બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં વરસાદની આગાહી : દાહોદ,પંચમહાલ, આણંદ,વડોદરા,ભરૂચ,સુરતમાં પણ વરસાદ પડી શકે: નવસારી,વલસાડ,દમણ,દાદરાનગર હવેલીમાં વરસાદની શક્યતા

અમદાવાદ : રાજ્યમાં ભરશિયાળે માવઠાની આગાહી કરવામાં આવી છે. મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કરા પડવાની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ,ભારે પવનો સાથે વરસાદ અને કરા પડવાની આગાહી છે. આજે રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. આવતીકાલે રાજ્યમાં કરા સાથે ભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં વરસાદની આગાહી છે. દાહોદ,પંચમહાલ,આણંદ,વડોદરા,ભરૂચ,સુરતમાં પણ વરસાદ પડી શકે છે. નવસારી,વલસાડ,દમણ,દાદરાનગર હવેલીમાં વરસાદની શક્યતા છે. છોટાઉદેપુર,નર્મદા,તાપી,ડાંગમાં તોફાની પવન સાથે વરસાદની આગાહી છે. રાજ્યમાં પવનની ગતિ 40/50 કિમી પ્રતિકલાકની રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પૂર્વીય પવનોના કારણે વાતાવરણ પલટાશે.

(6:44 PM IST)