<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th December 2024

ઉત્તર ગુજરાત,મધ્ય ગુજરાત અને કચ્છના ભાગોમાં કમોસમી વરસાદની અંબાલાલ પટેલની આગાહી

ત્રણ દિવસ પશ્ચિમિ વિક્ષેપ રહેશે જેના પગલે વરસાદ પડી શકે ; ત્યાર સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. પશ્ચિમિ વિક્ષેપ ગયા બાદ આકરી ઠંડી પડી શકે

અમદાવાદ :હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આગામી 3 દિવસ કમોસમી વરસાદ વરસી શકે છે. જ્યારે 26થી 29 ડિસેમ્બર ત્રણ દિવસ સુધી અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવે તેવી આગાહી કરી છે.

 

બીજી તરફ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર ઉત્તર ગુજરાત,મધ્ય ગુજરાત અને કચ્છના ભાગોમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. પંચમહાલ સહિત વલસાડ સુધી વરસાદ પડી શકે છે. 26થી 28 ડિસેમ્બર સુધી પશ્ચિમિ વિક્ષેપ રહેશે જેના પગલે વરસાદ પડી શકે છે. ત્યાર સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. પશ્ચિમિ વિક્ષેપ ગયા બાદ આકરી ઠંડી પડી શકે છે.

 

ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેના પગલે ઉભા કૃષિ પાકોમાં ઈયળ પડવાની શક્યતાઓ વધી શકે છે. તેમજ ટામેટા, રીંગડ, ગોબી જેવા પાકોમાં રોગ આવવાની શક્યતા છે. ઉતરાયણ પછી હવામાનમાં વધારે પલટો આવે તેવી પણ આગાહી કરવામાં આવી છે.

(7:38 PM IST)