News of Thursday, 26th December 2024
રાજ્યના એ,એસ,આઈ,ને પીએસઆઇ તરીકે બઢતી આપવા માટે 1350 ઉમેદવારોનું આખરી પરિણામ જાહેર
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા રાજયના બિન હથિયારી એ.એસ.આઈ.ઓને બિન હથિયારી પો.સ.ઈ., મોડ-૩ (વર્ગ-૩) માં બઢતી માટે ખાતાકીય બઢતી પરીક્ષાનું આયોજન કરાયું હતું

અમદાવાદ : ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા રાજયના બિન હથિયારી એ.એસ.આઈ.ઓને બિન હથિયારી પો.સ.ઈ., મોડ-૩ (વર્ગ-૩) માં બઢતી માટે ખાતાકીય બઢતી પરીક્ષાનું આયોજન કરાયું હતું
અધ્યક્ષ, અને અધિક પોલીસ મહાનિદેશક, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ, ગાંધીનગરના સંદર્ભવાળા પત્રથી ખાતાકીય બઢતી પરીક્ષામાં ભાગ લીધેલ કુલ-૧૩૫૦ ઉમેદવારોનું આખરી પરિણામ તૈયાર કરી અત્રે મોકલી આપેલ. જે પરિણામ આ સાથે સામેલ રાખેલ છે. જે અંગે આપના શહેર/જીલ્લામાંથી ઉકત પરીક્ષામાં ઉપસ્થિત રહેલ ઉમેદવારોને પરિણામની જાણ કરવા વિનંતી છે.
(10:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
