<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

પોરબંદરવાસીઓને રર જુન ૧૯૮૩ના ફલડની યાદ આજે પણ ધ્રુજાવે છે : ૪ર વર્ષ પહેલા પોરબંદરમાં ફલ્‍ડથી અઠવાડીયા સુધી જનજીવન થંભી ગયું હતું : એકધારો ર૪ ઇંચ મુશળધાર વરસાદથી લોકોની નજર સમયે પ્રલય જેવી સ્‍થિતિ સર્જાયેલીઃ તે સમયે મોસમનો કુલ ૧પ૦ ઇંચ વરસાદ નોંધાયો હતોઃ શહેરમાં હોડી તરાવીને લોકોને જીવન જરૂરિયાતની ચીજ વસ્‍તુઓ સેવાભાવીઓએ પહોંચાડી હતી : કોઇને કલ્‍પના પણ ન હતી કે તા. રર જુન ૧૯૮૩ નો દિવસ અને રાત્રી પ્રલયકારી બની રહેશે. તા. રર જુન ૧૯૮૩ અને બીજે દિવસે તા. ર૩ જુન ૧૯૮૩ ના મધ્‍યાહન સુધી એકધારો ગાજવીજ પવન સાથે તોફાની પ્રલયકારી વરસાદ વરસતો રહયો હતો. ઘેડ વિસ્‍તારની લોકમાતાઓ ભાદર-ઓઝત-મધુવંતી મિણસર ઉપરવાસમાંથી ધસમસતો પાણીનો પ્રવાહ-પ્રલયકારી બની રહેશે તેવો ભય ઉભો થયો હતો અને ચારે તરફ ફરી વળે તે પાણી ગોસાથી મોકરના રણમાં પ્રવેશી રાણાકંડોણા, ભેણસાર નદીમાં પ્રવેશી. રાણાવાવ ધીર પીપળીયા, વનાણા, રાંધવાવ રતનપર નજીક છાયા અસ્‍માવની નદીમાં પ્રવેશી કર્લી ખાડામાં પ્રવેશી અરબી સમુદ્રના પોરબંદર સુભાષનગર (સામાકાંઠા) વચ્‍ચેથી ખાડી પાસે અસ્‍માવતી નદીમાં પ્રવેશી સમુદ્રમાં જઇ પરત ફરી વાયા આ પાણી કર્લી જયુબેલી શરૂ થઇ ધીમે ધીમે રાત્રીના ૮ વાગે શહેરમાં આગળ વધતાં બજારો ટપોટપ બંધ થવા લાગી મધ્‍યરાત્રીના શહેરના નીચાણા વાળા વિસ્‍તારોમાં પાણી ૬ ઇંચથી લઇ આશરે સાત ફુટ કે તેથી વધુ ફરી વળ્‍યા હતાં.12:28 PM IST