તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Thursday, 26th December 2024
ડેડિયાપાડા તાલુકાના ગારદા ગામે CNI ચર્ચ ખાતે નાતાલપર્વ ની ભવ્ય ઉજવણી કરાઈ

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નાતાલ ખ્રિસ્તી ધર્મનો પવિત્ર દિવસ, આ દિવસે ભગવાન ઇસુના જન્મ દિવસની ઉજવણી કરાય છે.જેની ઉજવણી કરવા માટે દેડિયાપાડા તાલુકાના ગારદા, મંડાળા, ખાબજી, ખામ, અલ્માવાડી, ઘોડી સહિતના તમામ દેવળો તથા મકાનો રોશનીથી ઝળહળી ઉઠ્યા હતા. નાતાલ પર્વના વધામણા સાથે ખ્રિસ્તી સમુદાય દ્વારા એકબીજાને મેરી ક્રિસમસની શુભેચ્છા પાઠવાઇ હતી.
સી.એન.આઇ.ચર્ચ ગારદા ખાતે ખ્રિસ્તી બંધુઓ દ્વારા ખાસ નાતાલના પવિત્ર પર્વ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. અને ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. જેમાં નાના ભૂલકાંઓ તેમજ અલગ અલગ ગામો માંથી ઉપસ્થિત બહેનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.ત્યારબાદ તમામ ખ્રિસ્તી બંધુઓ દ્વારા એક બીજાને નાતાલની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. પ્રભુના જન્મના વધામણા, નાતાલ પર્વની ગારદા સહિત દેડિયાપાડા તાલુકામાં તા.૨૫મી ડિસેમ્બર ના રોજ અનેક જગ્યાઓએ ઉજવણી કરાઈ હતી. નાતાલ પર્વ નિમિતે આસપાસથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
(9:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
