તા. ૨૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ આસો સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th December 2024
ડેડીયાપાડાથી માલસામોટ જતા રાજ્ય ધોરી માર્ગ પર કામ કરતી એજન્સી લેબરોને કોઇ પણ સુરક્ષા વિના ગરમ ડામરનુ કામ કરાવતી હોવા છતાં તંત્રનું આશ્ચર્યજનક મૌન
રાજ્યના ઘોરી માર્ગ ઉપર જ રોડની કામગીરીમાં જો લોલમલોલ જણાય તો તંત્રના અધિકારીઓ શું અજાણ છે.? કે કોઈ અંગત ફાયદો હશે..?

(ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના ડેડીયાપાડાથી માલસામોટ જતા ગુજરાત રાજ્ય ધોરી માર્ગ પર ડામર રસ્તાનુ કામ એકતા કન્સ્ટ્રક્શન નામની એજન્સી દ્વારા ચાલું કરવામાં આવ્યુ છે પરંતુ સવાલ એ ઊભો થાય છે કે અગાઉ ડેડીયાપાડા થી મોવી સુધીનો રસ્તો પણ આજ એજન્સી દ્વારા બનાવવામાં આવ્યો હતો. અને એ હલકી ગુણવત્તા વાળો રોડ બનાવતા મહારાષ્ટ્રથી લઇ અને સાગબારા, ડેડીયાપાડા નાં મુસાફરોને અવર જવર માટે ખૂબ હાલાકી ભોગવવી પડે છે, ત્યારે ફરીવાર આજ એજન્સી ને પુર્વ પટ્ટી ના ડેડીયાપાડા થી માંલસામોટ ગુજરત રાજ્ય ધોરી માર્ગ બનાવવા માટેની કામગીરી અપાઈ છે, પરંતુ તેમના લેબરો ને કોઈ પણ જાતની સુરક્ષા ના સાધનો અપાવમાં આવ્યા નથી તેવી બુમ છે અને ત્યાં કામ કરતા લેબરોને ગરમ ડામરનું કામ કરતા જોવા મળ્યા હતા, ત્યાંના લેબરોને પૂછવામાં આવ્યું હતું ત્યારે જણાવ્યું કે અમને કોઈ પણ પ્રકારની સેપ્ટી આપવામાં આવતી નથી ત્યારે સવાલ એવો ઊભો થાય છે કે જે એજન્સી લેબરોને સેપ્ટી આપ્યા વિનાજ કામ કરાવી રહી છે ત્યારે કામગીરી દરમિયાન કોઈ અણબનાવ બનશે તો જવાબદારી કોની..? શું માર્ગ મકાન વિભાગ દ્વારા નિયમોનુસાર કામ કરાવવા એજન્સી સામે પગલા લેવાતા નથી..?
વારંવાર એક જ એજન્સી ને કામગીરી આપવા પાછળ તંત્ર ના અધિકારીઓ નો કોઈ અંગત લાભ છે..? કે અન્ય કારણ એ કોઈ ઉચ્ચ અધિકારી નિષ્ઠાપૂર્વક તપાસ કરે તો સત્ય હકીકત બહાર આવી શકે, અથવા વિજિલન્સ ટીમ આ બાબતે ઝીણવટભરી તપાસ કરે એ જરૂરી છે.
એજન્સી વાળા એ કર્યો લૂલો બચાવ
મીડિયા કર્મી એ સ્થળ પર એજન્સી ના કર્મચારી ને સવાલ કર્યો કે ગરમ ડામર પાથરતા કામદારો ને સેફ્ટી માટે બુટ અને હાથ માં ગ્લોજ કેમ નથી આપ્યા..? જવાબ મળ્યો કે બુટ આપ્યા હતા પણ ચોરાઈ ગયા જ્યારે ગ્લોજ બાબતે કર્મચારી એ મૌન ધારણ કર્યું હતું.
તેમ છતાં એજન્સી ના કર્મચારી દિલીપભાઈ સાથે આજે ટેલીફોનીક વાત કરી તો તેમણે કહ્યું કે અમારી કામગીરી નિયમોનુસાર ચાલે છે અને હાલમાં બધા કામદારો સુરક્ષા ના સાધનો પહેરી કામ કરે છે તેમ કહી લુલો બચાવ કર્યો હતો.
હું આ બાબતે તપાસ કરાવીશ : ઇજનેર
જ્યારે માર્ગ મકાન વિભાગ ના ડેપ્યુટી ઇજનેર ધવલ ગોહિલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે અમારા એન્જિનિયર ની દેખરેખ હેઠળ જ આ કામગીરી ચાલે છે અત્યારસુધી કોઈ ફરિયાદ આવી નથી, છતાં હું આ મુદ્દે તપાસ કરાવીશ
(10:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
