<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th December 2024

વડોદરામાં હિટ એન્ડ રનની ઘટના :અટલાદરા નજીક બાઈકની અડફેટે કુદરતી હાજતે જતા યુવાનનું મોત

કુદરતી હાજતે જવા માટે રસ્તો ઓળંગતો હતો ત્યારે પૂરઝડપે ધસી આવેલી મોટર સાયકલે તેને અડફેટમાં લીધા

વડોદરાના શહેરના અટલાદરા નજીક વધુ એક હિટ એન્ડ રન ની ઘટનામાં ઘટી હતી જેમાં બાઈકની અડફેટે કુદરતી હાજતે જતા યુવકનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે .

હીટ એન્ડ રનની આ ઘટનાની મળતી વિગતો અનુસાર મૂળ રાજસ્થાનના અને હાલમાં અટલાદરા નજીક રહેતા 26 વર્ષીય સંદીપ હરિસિંગ તવિયાદ કુદરતી હાજતે જવા માટે રસ્તો ઓળંગતો હતો ત્યારે પૂરઝડપે ધસી આવેલી મોટર સાયકલે તેને અડફેટમાં લીધો હતો. ગંભીર હાલતમાં 108ની મદદથી તેને પ્રથમ પાદરા અને ત્યાંથી વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જયા તેનું ટુંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું. બનાવ સંદર્ભે યુવકના કાકાની ફરિયાદના આધારે પોલીસે મોટરસાયકલ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:33 AM IST)