<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th December 2024

૫૦૦ આરોપીઓનો મેળો યોજી, અનુપમસિહ ગેહલોતે કહ્યું કે ...તો પછી મુવાં સમજજો

ખબરદાર જો મારા (સુરત) નાં લોકોને હેરાન કર્યા છે તો તમારી ખેર નહિ રહેવા દઉં...પોલીસ કમિશનરની ખુલ્લી ચેતવણી : ૭૦૦થી વધુ ભયજનક તત્‍વોને પાસાના પિંજરે પૂરનાર આઇપીએસ દ્વારા આકરો મિજાજ દેખાડતા લોકો , હર્ષ સંઘવી હર્ષ પામ્‍યા

રાજકોટ તા.૨૮:  સુરતના લોકોને વિવિધ રીતે પરેશાન કરનાર અસામાજિક તત્‍વો અને રીઢા ગુનેગારો સામે જંગે ચઢેલા પોલીસ કમિશનર દ્વારા વિવિધ ભયજનક શ્રેણીમાં આવતા ૭૦૦ અપરાધીઓને પાસા હેઠળ પીસીબી પીઆઇ આર એસ. સુવેરા અને તેમની ટીમની મદદથી ધકેલી દીધાનાં પગલે છેલ્લા ત્રણ દરમીયાન પોલિસના ચોપડે ચડેલા ૫૦૦ જેટલા આરોપીઓને એકઠા કર્યા હતા. આ લોકોને આખરી ચેતવણી આપતા જણાવેલ કે, મારા શહેરના સીધા  સાદા લોકોને હેરાન કરશો તો તમારી ખેર નહિ રહે એમ શાનમાં સમજાવેલ.            

કોઈ મિત્રના કે સબંધીનાં ઉછીના કજિયા ન લેતા, જેના ઉછીનાં કજિયામાં પડ્‍યા એ તો ગયાં, પણ તમે પણ મુવા સમજજો

પોલીસ હેડ ક્‍વાર્ટરમાં રીઢા અપરાધીઓનો મેળો જામ્‍યાની નવતર વાત જાણી લોકો એકઠા થવા લાગેલ. માઇકમાથી બોલતા શબ્‍દો લાઊડ સ્‍પિકરમાં દૂરથી સાંભળી લોકો ખુશખુશાલ બન્‍યા  હતા. કેટલાક સુરતવાસીઓ દ્વારા રાજકોટ ફોન કરી આ બાબતે જણાવતા રાજકોટના જાણકાર લોકોએ રાજકોટમાં કોને કોને પોલીસ કમિશનર દ્વારા જાતે આગવી ઢબે સરભરા કરી હતી તેનું વર્ણન કરેલ. ગૃહ મંત્રી હર્ષ સંઘવી સુધી આ વાત પંહોચી જતા તેવો પણ આ કાર્યથી પ્રસન્ન થયેલ.

(10:17 AM IST)