તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 28th December 2024
રાજ્યમાં બે દિવસ માવઠાની આગાહી :કેટલાક વિસ્તારોમાં વીજળી અને કરા પડવાની સંભાવના
હળવાથી મધ્યમ વરસાદની સાથે ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા થવાની શકયતા :ઘણા જિલ્લાઓમાં 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે

અમદાવાદ :ગુજરાતમાં આ વર્ષે ભારે ઠંડી પડી રહી છે. વાદળછાયા વાતાવરણને કારણે તાપમાનમાં પણ ભારે ઘટાડો નોંધાયો છે.હવામાન વિભાગે રાજ્યમાં 2 દિવસ સુધી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ વરસી શકે છે. આ સાથે કેટલાક વિસ્તારોમાં વીજળી અને કરા પડવાની સંભાવના છે. ઘણા જિલ્લાઓમાં 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે.
IMDના જણાવ્યા પ્રમાણે, આજે નર્મદા, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં છૂટાછવાયા સ્થળોએ વીજળી અને કરા સાથે હળવો વરસાદ પડી શકે છે. આ સાથે જ વડોદરા, સુરત, છોટાઉદેપુર અને ભરૂચમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સાથે ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા થવાની સંભાવના છે.
જ્યારે અમદાવાદ, વલસાડ, ડાંગ, મહેસાણા, ગાંધીનગર, મહિસાગર, દાહોદ, નવસારી, તાપી, પાટણ, ખેડા, આણંદ, પંચમહાલ, દમણ, દાદરા અને નગર હવેલીમાં 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી 48 કલાકમાં લધુત્તમ તાપમાન 2-3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થશે અને ઠંડીમાં ઘટાડો થશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,ગુજરાતમાં અમદાવાદમાં 16.5, ડીસામાં 13.8, ગાંધીનગરમાં 16.0, વડોદરામાં 17.6, સુરતમાં 18.4, દમણમાં 19.4, ભુજમાં 9.8, નાલિયામાં 4.2, કંડલા 13.0, ભાવનગરમાં 15.7, દ્વારકામાં 14.6, પોરબંદરમાં 11.4, રાજકોટમાં 9.9 અને વેરાવળમાં 15.0 ડિગ્રી તાપમાન નોંધાયું હતું
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
