તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 28th December 2024
બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસમાં ઘટસ્ફોટ: હળદર, ધાણાજીરું,અને લાલ મરચાંમાં જંતુનાશકો મળ્યાં
પાલનપુર ફૂડ વિભાગે પાલનપુર, થરા અને થરાદમાંથી મરચા પાઉડર હળદર પાઉડર ધાણાજીરું પાઉડર અને જીરાનાં સેમ્પલ ત્રણ મહિના પૂર્વે લઈ બરોડાની લેબમાં ચકાસણી અર્થે મોકલ્યાં હતાં

બનાસકાંઠા જિલ્લાની ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસમાં રસોડામાં વપરાતા મસાલાના વિવિધ નમૂનામાં જંતુનાશક દવાઓનું વધુ પ્રમાણ હોવાનું સામે આવ્યું છે. પાલનપુર ફૂડ વિભાગે પાલનપુર, થરા અને થરાદમાંથી મરચા પાઉડર હળદર પાઉડર ધાણાજીરું પાઉડર અને જીરાનાં સેમ્પલ ત્રણ મહિના પૂર્વે લઈ બરોડાની લેબમાં ચકાસણી અર્થે મોકલ્યાં હતાં. જેમાં પેસ્ટિસાઈડની માત્રાઓ અનેકગણી વધારે જણાઈ હતી જેને લઈ સેમ્પલ અસુરક્ષિત જાહેર કરાયાં છે.
ઉત્તર ગુજરાતમાં પ્રથમવાર આ રીતે મસાલા પાકોમાં પેસ્ટિસાઈડનું પ્રમાણ વધારે આવતા ફૂડ વિભાગ પણ ચોંકી ઊઠ્યો હતો. પાલનપુર વિભાગે 9 ઓક્ટોબર 2024ના રોજ સ્પેશિયલ ડ્રાઇવ યોજીને તપાસ કરી મરચા પાઉડર, હળદર પાઉડર, ધાણાજીરું પાઉડરની પેઢીઓમાંથી 14 નમૂના લીધા હતા અને લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા.
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
