<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th December 2024

વડોદરાના દરજીપુરા ગામમાં રેડ કરવા ગયેલી SMCની ટીમ ઉપર હુમલો:સ્વબચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું

બેફામ પથ્થરમારો કરતા પોલીસ ટીમના કેટલાક સભ્યોને સામાન્ય ઇજા:PSIએ સ્વ બચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું:સમગ્ર મામલે 22 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ત્રણ શખ્શોની ધરપકડ: અન્ય લોકોની શોધખોળ શરૂ

વડોદરા શહેરના દરજીપુરા ગામમાં રેડ કરવા ગયેલી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ઉપર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. દારૂનું કટીંગ ચાલતું હતું, તે જ સમયે SMCની ટીમ ત્રાટકી હતી. આ દરમિયાન બુટલેગરો અને તેમના મળતીયાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. બેફામ પથ્થરમારો કરતા પોલીસ ટીમના કેટલાક સભ્યોને સામાન્ય ઇજા પહોંચી છે. જ્યારે આ સમગ્ર મામલે PSIએ સ્વ બચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. હાલ સમગ્ર મામલે 22 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ત્રણ ઈસમોની ધરપકડ કરવામાં આવી છે અને આ હુમલામાં સામેલ અન્ય લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી હોવાની માહિતી મળી છે.

વડોદરા શહેર નજીક આવેલા દરજીપુરા ગામમાં દરોડો પાડવા ગયેલી સ્ટેટ મોનિટરિંગ ટીમ ઉપર હુમલો થયો હોવાની ઘટના મોડી રાત્રે બની છે. એસએમસીની ટીમ રેડ કરવા ગઈ તો ગામ લોકો જ તૂટી પડ્યા હતા. આ હુમલામાં એસએમસીની ટીમના કેટલાક સભ્યોને ઈજા થઈ હોવાની માહિતી સામે આવી છે. જ્યારે આ ઘટનામાં એસએમસીના પીએસઆઇ એ બચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. સમગ્ર મામલો હરણી પોલીસમાં ખાતે પહોંચ્યો છે. જ્યારે આ મામલે હરણી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દરજીપુરા ગામમાં રેડ કરવા ગયેલી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ઉપર હુમલો થયો હતો. દારૂનું કટીંગ ચાલતું હતું તે સમયે દરોડો પાડતા જ બુટલેગરો અને તેમના મળતીયાઓ દ્વારા એસએમસીની ટીમ પર હુમલો કરાયો હતો. બેફામ પથ્થર મારો કરતા એસએમસીની ટીમના કેટલાક સભ્યોને સામાન્ય ઈજા પહોંચી છે. સમગ્ર મામલે એસએમસીએ 22 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે 3 ઈસમોની ધરપકડ કરી છે અને આ હુમલામાં સામેલ અન્ય લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી હોવાની માહિતી મળવા પામી હતી.

(11:49 AM IST)