<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th December 2024

સ્‍વ.મનોહનસિંહ મારા માટે પિતાતૃલ્‍ય માર્ગદર્શક હતાઃ અર્જુનભાઇ મોઢવાડિયા

ભારતને મહામાનવની ખોટઃ શ્રધ્‍ધાંજલી અર્પતા પોરબંદરના ધારાસભ્‍ય

(અશ્વીન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર, તા., ર૮:  પૂર્વ વડાપ્રધાન અને પ્રખ્‍યાત અર્થશાષાી ડો.મનમોહનસિંહજીના નિધન અંગે શોક વ્‍યક્‍ત કરતા પોરબંદરના ધારાસભ્‍યશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્‍યું હતું કે ડો.મનમોહનસિંહજીના નિધનથી માં ભારતે પોતાનો એક મહાન સપૂત ગુમાવ્‍યો છે. ડો. મનમોહન સિંહજી દેશની જનતાની પિડાને સમજનાર એક મહા માનવ હતા. વર્ષ ૧૯૯૧માં નાણાંમંત્રી તરીકે તેમણે દેશને આર્થિક કટોકટીમાંથી ઉગારીને આર્થિક વિકાસની દિશામાં અગ્રેસર થવાનો પાયો નાખ્‍યો હતો. વડાપ્રધાન તરીકે પણ ડો.મનમોહનસિંહે દેશને આગળ વધારવામાં મહત્‍વની ભૂમિકા ભજવી. સાથે જ પ્રામાણીક્‍તા અને સાદગી પૂર્ણ જીવન થકી એક આદર્શ રાજનેતાના ઉચ્‍ચ માપદંડો સ્‍થાપિત કર્યા.

શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ઉમેર્યુ હતું કે વ્‍યક્‍તિગત રીતે ડો.મનમોહસિંહ મારા માટે એક પિતાતળલ્‍ય માર્ગદર્શક હતા. જ્‍યારે પોરબંદર કે ગુજરાતના  પ્રશ્નોને લઈને તેમની સામે ગયો ત્‍યારે તેમણે અંગત રસ દાખવીને તે પ્રશ્નોનો ઉકેલ લાવ્‍યો હતો. તેમના નિધનથી શોકની લાગણી અનુભવી રહ્યો છું, એ મહામાનવ ને સહૃદય શ્રદ્ધાંજલિ.

(12:10 PM IST)