News of Saturday, 28th December 2024
જાબુઘોડાના યુવકને ખંડીવાવ ગામ પાસે અજાણ્યા વાહન ટક્કરે મારતા મોત
લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવતો હતો. જોકે યુવકને સારવાર મળે તે પહેલા જ તેનું રસ્તામાં જ મોત નિપજ્યું

પંચમહાલ જિલ્લાના જાબુઘોડાના યુવકને ખંડીવાવ ગામ પાસે અજાણ્યા વાહન ટક્કરે મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલક યુવકને ગંભીર ઈર્જાઓ પહોંચતા તેને લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી રહ્યો હતો. જોકે યુવકને સારવાર મળે તે પહેલા જ તેનું રસ્તામાં જ મોત નિપજ્યું હતું. જેથી તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પંચમહાલ જિલ્લાના જાંબુઘોડાના ખોડસલ ગામે બારિયા ફળિયામાં 42 વર્ષીય અલ્પેશભાઈ નરસિંહભાઇ બારીયા ખંડિવાવ ગામ પાસે પોતાની બાઈક લઈને જતા હતા. તે દરમિયાન અચાનક કોઈ અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં અલ્પેશભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી તથા બાઈકને પણ નુકસાન થયું હતું.
ઈજાગ્રસ્તને સારવાર અર્થે બોડેલી સીએસસી સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી વધુ સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ રીફર કરવામાં આવ્યા હતા. જેમાં તેમને સયાજી હોસ્પિટલ લાવતા હતા. તે દરમિયાન રસ્તામાં જ યુવકનું મોત નિપજ્યું હતું. જેથી મરણ હાલતમાં એસ.એસ. જી. લાવતા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
(1:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
