તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 28th December 2024
વાપીના છીરીમાં અપહ્ત બાળકની હત્યા: આરોપીએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો
હત્યા પૂર્વે આરોપી શીવાકાન્તા દાસે બાળક સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કર્યું નરાધમે બાળકને કોઇક ધારદાર હથિયારથી બાળકના છાતીના ભાગેથી લઇને છેક ગુપ્તાંગના ભાગ સુધી ઊંડો ચીરો માર્યો

વાપીમાં એક બાળક શારીરિક શોષણનો શિકાર બન્યો છે. વાપીના છીરીમાં અપહ્ત બાળકની હત્યા કરવામાં આવી હોવાનો ચોંકાવનારો ખુલાસો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો છે. હત્યા પૂર્વે આરોપી શીવાકાન્તા દાસે બાળક સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય પણ કર્યુ હોવાનું બહાર આવ્યું છે. દમણના ભીમપોરથી આરોપીની ધરપકડ કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
નરાધમે બાળકને કોઇક ધારદાર હથિયારથી (કથિત દાઢી કરવાની બ્લેડ) આરોપીએ બાળકના છાતીના ભાગેથી લઇને છેક ગુપ્તાંગના ભાગ સુધી ઊંડો ચીરો માર્યો હતો. જેમાં બાળકના પેટમાંથી આંતરડા પણ બહાર આવી ગયા હતા. દુષ્કર્મ બાદ બાળક આ અંગે કોઈને કશું કહે નહી એ ઈરાદે હત્યા કરી દેવામાં આવી હતી.
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
