<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th December 2024

ભૂપેન્દ્ર ઝાલાની પૂછપરછનો દોર યથાવત: રાતે 3 કલાક પૂછપરછ બાદ ફરી તપાસ શરૂ

CID ક્રાઈમના ઉચ્ચ અધિકારીઓ ઓફિસ પહોંચ્યા : મુદ્દાઓ તૈયાર કરીને 14 દિવસના રિમાન્ડ માગવામાં આવશે

અમદાવાદ :  BZ કૌભાંડના મુખ્ય આરોપી ભુપેન્દ્ર ઝાલાની ફરીથી પૂછપરછ શરૂ કરાઈ છે, ભૂપેન્દ્ર ઝાલાની પૂછપરછનો દોર યથાવત છે. રાતે 3 કલાક પૂછપરછ બાદ ફરી તપાસ શરૂ કરી છે. CID ક્રાઈમના ઉચ્ચ અધિકારીઓ ઓફિસ પહોંચ્યા છે. મુદ્દાઓ તૈયાર કરીને 14 દિવસના રિમાન્ડ માગવામાં આવશે. બપોરે ભૂપેન્દ્ર ઝાલાને કોર્ટમાં રજૂ કરાશે. અત્યાર સુધી અલગ અલગ 260 લોકોના નિવેદન લેવાયા છે. ભોગ બનનારા લોકો પણ નિવેદન આપી રહ્યા છે. ફરિયાદમાં ભોગ બનનારા લોકોના નિવેદનો પણ ઉમેરાયા છે.

(1:26 PM IST)