તા. ૩૦ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ વૈશાખ સુદ – ૧૪ ગુરૂવાર
News of Saturday, 28th December 2024
BZ ગ્રૂપના ભૂપેન્દ્ર ઝાલાને મહેસાણાના દવાડાના ફાર્મ હાઉસમાં શરણ આપનાર પોલીસ સકંજામાં
જેનું ફાર્મ હાઉસ છે તે કિરણસિંહની અટકાયત ભૂપેન્દ્ર ઝાલાને શરણ આપનારાની પણ સઘન તપાસ હાથ ધરાશે.

અમદાવાદ : BZ ગ્રૂપના ભૂપેન્દ્ર ઝાલાની મહેસાણાના દવાડાના ફાર્મ હાઉસમાંથી ધરપકડ કરાઈ હતી. જેનું ફાર્મ હાઉસ છે તે કિરણસિંહની પણ અટકાયત કરાવામાં આવી છે. CID ક્રાઇમ કિરણસિંહનું પણ ઈન્ટ્રોગેશન કરી રહી છે. ફાર્મ હાઉસમાં ક્યારથી ભૂપેન્દ્ર ઝાલા રોકાયો હતો તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. ભૂપેન્દ્ર ઝાલાને શરણ આપનારાની પણ સઘન તપાસ હાથ ધરાશે. કિરણસિંહ ચૌહાણને તેના જ ફાર્મ હાઉસ ઉપરથી રાત્રે જ લઈ જવાયો. કિરણસિંહ ભૂપેન્દ્ર ઝાલા સાથે કેટલા સમયથી સંકળાયેલ છે તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.
(1:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
