News of Saturday, 28th December 2024
સોમવાર સુધી રાજ્યનાં કેટલાક ભાગોમાં માવઠું વરસશે :આગામી 12 દિવસ હાડ થીજવતી ઠંડી પડશે : અંબાલાલ પટેલની આગાહી
અમદાવાદ, ગાંધીનગર અને મધ્ય ગુજરાતમાં ગાત્રો થીજાવતી ઠંડી પડવાની શક્યતા: સાબરકાંઠા અને પંચમહાલમાં લઘુત્તમ તાપમાન 10 ડિ.ગ્રી. સેલ્સિયસ થવાની સંભાવના

અમદાવાદ : ઠંડી અને માવઠા અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમણે જણાવ્યુ છે કે 28 ડિસેમ્બર સુધી રાજ્યનાં કેટલાક ભાગોમાં માવઠું થશે. 29 ડિસેમ્બરથી 12 દિવસ હાડ થીજવતી ઠંડી પડવાની સંભાવના છે.
અમદાવાદ, ગાંધીનગર અને મધ્ય ગુજરાતમાં ગાત્રો થીજાવતી ઠંડી પડવાની શક્યતા છે. સાબરકાંઠા અને પંચમહાલમાં લઘુત્તમ તાપમાન 10 ડિ.ગ્રી. સેલ્સિયસ થવાની સંભાવના છે. 15 જાન્યુઆરીએ પવનની ગતિ પતંગ રસિયાઓ માટે સાનુકૂળ રહેશે. 14 અને 15 જાન્યુઆરીની રાત્રે પવનની ગતિ મધ્યમ થશે
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
