<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th December 2024

રેડવુપ કેમિકલ્‍સને ‘ઇમજીંગ ગુજરાત ૨૦૨૪'નો એવોર્ડ એનાયત

રાજકોટઃ રેડવુપ કેમિકલ્‍સને ટીવી ૯ દ્વારા આયોજીત એવોર્ડ ફંકશનમાં મુખ્‍યમંત્રીના હસ્‍તે ‘ઇમર્જીગ ગુજરાત ૨૦૨૪'નો એવોર્ડ એનાયત કરવામાં આવ્‍ય હતો. રેડવૂપ કેમિકલ્‍સ પ્રા.લિ કંપની ૨૦૧૦ માં શરુ થઇ છે, જે બાંધકામ ઉદ્યોગમાં વપરાતા વિવિધ કેમિકલ્‍સો બનાવે છે જેવા કે, ટાઈલ્‍સ એન્‍ડ સ્‍ટોન એડહેસિવ્‍સ, વોટરપ્રૂફિંગ સોલ્‍યુશન, વોલ પુટી, એન્‍કર, ગ્રાઉટ્‍સ, કોંક્રીટ મિક્‍સર, ઔદ્યોગિક પેઇન્‍ટ અને ફલોરિંગ સિસ્‍ટમ્‍સ. આ વિશાળ રેન્‍જનો ઉપયોગ દરેક જાતના બાંધકામમાં થઇ શકે છે. અમદાવાદ ખાતે મુખ્‍યમંત્રીશ્રી  ભુપેન્‍દ્રભાઇ પટેલ હસ્‍તે  તેમજ ટીવી ૯ નાં મનીષ રાઠોડ, વિકાસ ઉપાધ્‍યાયની ઉપસ્‍થિતીમાં રેડવુપ કેમિકલ્‍સનાં મેનેજીંગ ડાયરેકટરશ્રી મનિષ નાકરાણી, ડાયરેકટરશ્રી સુરેશ પિપળીયા તેમજ શ્રી મહેશ સાવલિયાને ‘ઇમજીંગ ગુજરાત ૨૦૨૪' નો એવોર્ડ એનાયત કરવામાં આવ્‍યો હોવાનું સૌરાષ્‍ટ્ર સભ્‍ય મિડીયા પ્રા.લી.ની એક યાદીમાં જણાવાયું છે.

(3:10 PM IST)