તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 28th December 2024
દારૂ પકડવા વડોદરા - મુંબઇ હાઈવે પર ત્રાટકેલ SMC ટીમ પર બુટલેગર દ્વારા પથ્થર ફેંકતાં જીવ બચાવવા ફાયરિંગ
જુબેર મોટા પ્રમાણમાં દારૂ લાવી કટિંગ કરતો હોવાની બાતમી આધારે હિંમતભેર કાર્યવાહી કરીઃ મુખ્ય પોલીસ વડા વિકાસ સહાયના નેતળત્વમાં dig નિર્લિપ્ત રાય ટીમના dysp કે. ટી કામરિયા સ્ટાફની કાબીલેદાદ કામગીરી

રાજકોટ તા.ર૮: મર્યાદિત સ્ટાફ છતાં જીવના જોખમે દારૂ સહિતની ગેર કાયદે પ્રવળત્તિઓ અટકાવવા માટે સતત ઝઝૂમી રહેલ અને વર્ષ દરમિયાન અધધ દારૂ પકડનાર સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા વડોદરા મુંબઈ હાઈવે પર મોટા પ્રમાણમાં દારૂ ઉતારી કુ વિખ્યાત બુટલેગર દ્વારા કટિંગ ચાલી રહ્યાની ચોક્કસ બાતમી આધારે ત્રાટકતા, બુટલેગર દ્વારા પત્થરમારો કરી કારને નુકશાન પોહચાડવા સાથે કરેલ જીવલેણ હુમલા અંતર્ગત જીવ બચાવવા
સ્ટેટ મોનીટરીંગ ટીમ દ્વારા ફાયરિંગ કરી સ્વ બચાવ કરેલો.
વડોદરા મુંબઈ હાઈવે પર બુટલેગર જુબેર કન્ટેનરમાંથી દારૂ ભરાવી કટિંગ કરે છે, તેવી બાતમી આધારે ગાંધીનગરથી ત્રાટકેલ સ્ટેટન મોનીટરીંગ સેલની ટીમ પર દરોડો પાડતાં બૂટલેગરો દ્વારા સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ પર પથ્થરમારો કરતા સ્વ બચાવમાં સ્ટેટ મોનીટરીંગ સેલનાં અધિકારી દ્વારા ફાયરિંગ થયેલ, જોકે કોઈને ઇજા થયેલ નથી તેમ રાજ્યના મુખ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા જણાવ્યું છે.
અત્રે એ યાદ રહે કે સ્ટેટ મોનીટરીંગ સેલને મળેલ માહિતી આધારે નિર્લિપ્ત રાય ટીમના dysp કે. ટી. કામરિયા સ્ટાફ સ્થળ પર પોહચી ગયેલ અને કાર્યવાહી કરેલ. પત્થરમારાથી સ્ટેટ મોનીટરીંગ સેલની ગાડીના કાચને નુકશાન થયું હોવાનું dysp કે.ટી. કામરિયા દ્વારા અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું છે.
સ્ટેટ મોનીટરીંગ સેલનાં સૂત્રોના કથન મુજબ બૂટલેગરની ગાડીમાં મોટા પાયે દારૂ હોવાની આશંકા છે. ટુંકા સ્ટાફ વચ્ચે સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન અધધ રકમનો દારૂ ઝડપેલ છે.
(3:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
