તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 28th December 2024
બીઝેડ ગ્રૂપના કૌભાંડ કેસના મુખ્ય આરોપી ભુપેન્દ્ર ઝાલાના 7 દિવસના રિમાન્ડ મંજૂર
હિંમતનગરથી પોન્ઝી સ્કીમ ચલાવી કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવનાર કૌભાંડી ભુપેન્ડ્ર્સ ઝાલાની પોલીસ પૂછપરછમાં મોટા ખુલાસા થવાની શક્યતા

ગુજરાતભરમાં જબરદસ્ત ખળભળાટ મચાવનારા રૂ. 6000 કરોડના બીઝેડ ગ્રૂપના કૌભાંડ કેસના મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.ભુપેન્દ્રસિંહ ઝાલાના વકીલ ના આવતા લીગલ સર્વિસ ઓથોરિટીમાંથી વકીલ આપવામાં આવ્યા હતા.ભુપેન્દ્ર ઝાલાને ન્યાયાધીશના ઘરે રજૂ કરવામાં આવ્યો હતો અને CID ક્રાઇમ દ્વારા 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા.
ગુજરાતભરમાં જબરદસ્ત ખળભળાટ મચાવનારા રૂ. 6000 કરોડના બીઝેડ ગ્રૂપના કૌભાંડ કેસના મુખ્ય આરોપી ભૂપેન્દ્ર સિંહ ઝાલાને 34 દિવસ બાદ ઝડપી પાડવામાં આવ્યો છે. આ કેસમાં છેલ્લા એક મહિનાથી એક પછી એક મોટા ખુલાસા થઇ રહ્યા છે. શુક્રવારે મહેસાણાના દવાડા ખાતે આવેલા ફાર્મ હાઉસમાંથી ભૂપેન્દ્ર સિંહ ઝાલાની ધરપકડ બાદ પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે.
ચોંકાવનારી વાત એ છે કે તે અરવલ્લી થઇને મધ્યપ્રદેશ ભાગી ગયો હતો અને ત્યારબાદ રાજસ્થાન ગયો હતો અને ત્યારબાદ તે બનાસકાંઠા અને મહેસાણા પહોંચ્યો હતો. ભારતના અલગ અલગ રાજ્યો અને જિલ્લામાં નાસતો ફરતો હતો. આ દરમિયાન તે વિવિધ હોટલો અને ફાર્મ હાઉસમાં રોકાયો હતો. એટલું જ નહીં, પોલીસ ધરપકડથી બચવા માટે તે દરરોજ નવા સીમ કાર્ડ ખરીદતો, પરિવાર અને મળતીયા સાથે વાતચીત કરતો હતો. ભૂપેન્દ્ર સિંહ ઝાલા કોના સંપર્કમાં હતો તે મામલે પૂછપરછ કરાઇ રહી છે.
(6:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
