<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th December 2024

અમદાવાદ ડિવિઝનમાં પહેલી જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ : સમયમાં ફેરફાર થશે

અમદાવાદ ડિવિઝનમાંથી પસાર થતી 95 ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી: 48 ટ્રેનોના મુસાફરીમાં લાગતો સમયમાં 05 મિનિટથી લઇને 65 મિનિટ સુધીનો ઘટાડો

અમદાવાદ :પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં આગામી 1 જાન્યુઆરી, 2025થી નવું ટાઈમ ટેબલ લાગુ કરવામાં આવી રહ્યું છે. આમાં, કેટલીક ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી રહી છે, જેના કારણે આ ટ્રેનો તેમના વર્તમાન નિર્ધારિત સમય પહેલા તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચી જશે.

   આ વખતે અમદાવાદ ડિવિઝનમાંથી પસાર થતી 95 ટ્રેનોની સ્પીડવધારવામાં આવી છે. સાથે જ 48 ટ્રેનો ના મુસાફરીમાં લાગતો સમય માં 05 મિનિટથી લઇને 65 મિનિટ સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. ટ્રેનોની સ્પીડ વધવાના પરિણામે પેસેન્જર ટ્રેનોના ઓપરેટિંગ સમયમાં ઘટાડો થયો છે. મુસાફરોને આનો સંપૂર્ણ લાભ મળશે અને તેઓ તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચવામાં સમયની બચત થશે

   અમદાવાદ ડિવિઝન પર આ સમયગાળા દરમિયાન વિવિધ સ્ટેશનો પર 262 ટ્રેનોના સમય પ્રીપોન કરવામાં આવ્યા છે, જેમાં ટ્રેનો તેમના અગાઉના સમય કરતાં 5 મિનિટથી 45 મિનિટ વહેલા પહોંચશે. એ જ રીતે, 55 ટ્રેનોના સમય પોસ્ટપોન રાખવામાં આવ્યા હતા જેમાં ટ્રેનો તેમના અગાઉના સમય કરતા 5 મિનિટથી 40 મિનિટ મોડી પહોંચશે.
અમદાવાદ ડિવિઝનના અમદાવાદ, સાબરમતી, મણિનગર, મહેસાણા, પાલનપુર, પાટણ, ભીલડી, ઊંઝા, સિદ્ધપુર, ગાંધીનગર, કલોલ, વિરમગામ, ગાંધીધામ, હિંમતનગર, હળવદ, ધ્રાંગધ્રા, સામાખીયાળી, ભુજ સહિત અન્ય સ્ટેશનોના સમયમાં ફેરફાર થશે. જેમાં આ ટ્રેનો તેના વર્તમાન નિર્ધારિત સમયથી પહેલા કે પછી પહોંચશે.

(9:38 PM IST)