<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th December 2024

વ્યસની પતિથી ત્રાસી પિયર આવેલ પત્નીને સાસરિયાં તેડવા આવતા અભયમ નર્મદા મદદરૂપ બન્યું

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના એક ગામમાંથી મહિલાનો કોલ આવેલ અને જણાવેલ, કે મને મારા પતિ વ્યસન કરી ત્રાસ આપતા હતા તેથી હું મારા પિયર આવી ગયેલ, ત્રણ મહિનાથી પિયરમાં છું આજે મને મારા સાસરીમાંથી મારા પતિ તેમજ અન્ય સભ્ય તેડવા માટે આવેલ છે, અને મારા માતા- પિતા પણ મને તેમની સાથે જવા માટે આગ્રહ કરે છે, પરંતુ મારે જવું નથી તેથી તેઓને સમજાવવા માટે 181 હેલ્પલાઇનની મદદ જોઇએ છે.
ત્યારબાદ 181 અભયમ્ ટીમ સ્થળ પર પહોંચી કાઉન્સિલગ કરતાં સ્થળ પર બંને પક્ષના સભ્યો હાજર હતા, મહિલાના પતિ સાથે ચર્ચા કરતાં જણાવેલ કે, હું પહેલા વ્યસન કરતો હતો, મારા પત્નીને ત્રાસ આપતો પરંતુ હવે મે ત્રણ મહિનાથી દારુ બંધ કરેલ છે, હું દારૂને હાથ પણ નહિ લગાવતો, અને હું ખાતરી આપું છું કે હવે પછી મારા થી આવી ભૂલો નહિ થાય, મારા બાળકોને તેમની માતાની જરૂર છે, હું એકલો નહિ સંભાળી શકું, મારી બધી ભૂલો કબૂલ કરી રાજી ખુશીથી લઇ જવા માટે આવેલ છું, તેમ મહિલાના પતિએ જણાવેલ, તેથી 181 ટીમે મહિલાને પણ સમજાવેલ કાયદાની સમજ આપેલ, પતિ સુધારવા માંગે છે તો બાળકો માટે તેમને એક મોકો આપીને સાથે જવા માટે સમજ આપેલ, ફરી વાર ભૂલ કરે તો લીગલ કાર્યવાહી કરવા જણાવેલ, મહિલાના પતિ સાથે આવેલ ગામના વડીલો સાક્ષીમાં રહેવા તૈયાર હતાં. તેથી મહિલા તેમની સાથે જવા માટે માની ગયેલ, બાળકો માટે પતિને એક મોકો આપવા માંગતા હતાં, તેથી બંને પક્ષને સમજાવી લખાણ કરાવી બન્ને વચ્ચે સમાધાન કરવામાં આવેલ છે. આમ 181 નર્મદા ટીમ દ્વારા તૂટતાં ઘર સંસારને બચાવી બન્ને વચ્ચે સુખદ સમાધાન કરવામાં આવેલ.


 

(10:32 PM IST)