<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th December 2024

દેડિયાપાડા ફુલસર રેન્જની ટીમે ખેરના લાકડા સહિત રૂ. ૪.૭૮ લાખના મુદામાલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો

પકડાયેલ શખ્સની પૂછતાછ માં બીજા સાત લાકડા ચોરોના નામો ખુલતા વન વિભાગે તપાસ હાથ ધરી:પકડાયેલ મુનાફ ગોહિલને કોર્ટમાં રજૂ કરતા વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એકટ ની ગંભીરતાને ધ્યાને લઇ કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના ડેડીયાપડાની ફુલસર રેંજ માં નાયબ વનરક્ષક નર્મદા વન વિભાગ મદદનીશ વન સંરક્ષક અનિલ પ્રજાપતિ અને ફુલસર રેંજના આર.એફ.ઓ એન.બી.ભુરીયાના માર્ગદર્શન હેઠળ સંયુક્ત પેટ્રોલીંગ ટીમે સુલપાણેશ્વર અભ્યારણની ફુલસર રેંજ વિસ્તારમાં કલતર ગામ પાસેથી ખેરના લાકડા પાસ પરમીટ વીના લઈ જતી ગાડીને રોકવની કોશિશ કરતા ગાડી લઈને ચાલક ભાગવાની કોશિશ કરતા ચાલકને ઝડપી પાડી ગાડીની તપાસ કરતા તેમાં ખેરના લાકડા ભરેલ હોવાનું માલુમ પડતા અશોક લેલન ગાડી ન.GJ- 06 -AT 4140 સાથે ચાલક મુનાફ મહમદ હનીફ ગોહિલ રહે. પાવીજેતપુર જિ, છોટાઉદેપુર ને ઝડપી પાડી ગાડી કિ, 2.75.000/- ખેરના લાકડા નંગ (65),1560 ધન મિટર કી.78,000, ,બાઇક નંબર Gj-22-j -8585 (1 ),-એન્ડ્રોઇ મોબાઈલ નંગ (4) રોકડ સહીત  કુલ મુદામાલ રૂપિયા 4.78000/- નો ઝડપી પાડી પકડાયેલ શખ્સ ની વધુ પૂછપરસ કરતા વધુ સાત લાકડા ચોરોના નામ બહાર આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. પકડાયેલ મુનાફ મહમદ હનીફ ગોહિલને કોર્ટમાં રજૂ કરતા વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એકટ ની ગંભીરતાને ધ્યાને લઇ કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા

(10:34 PM IST)