<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th December 2024

માર્ગ મકાન વિભાગની આડોડાઈ : રાજપીપળા સિવિલ હોસ્પિટલ બહાર છ મહિનાથી ડ્રેનેજ નું ગંદુ પાણી વહે છે

પીઆઇયું દ્વારા ડ્રેનેજની આખી લાઇન નંખાઈ, પરંતુ મુખ્ય લાઇનના જોડાણ માટે માર્ગ મકાન વિભાગના અધિકારીઓ નન્નો ભણાવતા કામ ટલ્લે: આખરે સિવિલ સત્તાધીશો એ સંકલનમાં રજૂઆત કરતા કલેક્ટર એ આદેશ આપ્યો

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાની વડી રાજપીપળા સિવિલ હોસ્પિટલ જિલ્લામાંથી હજારો દર્દીઓ સારવાર અર્થે આવે છે જેમાં કેટલાક ત્યાં દાખલ પણ કરાઈ છે તેવામાં હોસ્પિટલની ડ્રેનેજ લાઇન છેલ્લા લગભગ છ મહિનાથી લીકેજ હોય તેનું ગંદુ પાણી હોસ્પિટલ ના મુખ્ય ગેટ પર જ વહેતું જોવા મળતા આરોગ્ય બાબતના સવાલ ઉઠ્યા હતા પરંતુ હકીકત જાણતા આ ભૂલ માર્ગ મકાન વિભાગની આડોડાઈની હોવાનું જાણવા મળ્યું છે
  મળતી વિગતો અનુસાર છ મહિનાથી રાજપીપળા સિવિલ હોસ્પિટલ બહાર ડ્રેનેજનું ગંદુ અને દુર્ગંધ મારતું પાણી રસ્તા પર વહી રહ્યું છે જેના કારણે હાલમાં તો મુખ્ય ગેટનો દરવાજો પણ બંધ કરવામાં આવ્યો હતો અને ગંદા પાણીના કારણે સિવિલ બહાર ઊભી રહેતી ખાણી પીણી ની લારીઓ અને ત્યાં જતા ગ્રાહકો પણ કંટાળ્યા હતા છતાં છ મહિના જેવા સમયથી આનું કોઈ નિરાકરણ આવ્યું ન હતું જેના કારણે સિવિલ સ્ટાફ, દાખલ દર્દીઓ ઓપીડી માં આવતા દર્દીઓ સહિત અનેક લોકો હેરાન હતા અને આ તમામના આરોગ્ય બાબતે પણ સવાલ ઉઠ્યા હતા કે કેમ સિવિલ સત્તાધીશો આવી ગંભીર બાબતે ધ્યાન નહી આપી ડ્રેનેજનું કામ કરાવતા નથી..?
   જોકે આ મુદ્દે અમે ઇન્ચાર્જ સિવિલ સર્જન ડો. હરેશ કોઠારી સાથે વાત કરી ત્યારે સત્ય હકીકત જાણવા મળી કે પીઆઈયું વાળા એ આખી ડ્રેનેજ ની નવી લાઇન નાંખી પરંતુ આ લાઇનનું જોડાણ મુખ્ય લાઇન માં કરવા માટે અને માર્ગ અને મકાન વિભાગ ને જાણ કરી તો ત્યાંના અધિકારીઓ એ ના પાડી અને પાલિકા માં જાણ કરી આમ સમય ઘણો નીકળી ગયા બાદ પણ કોઈજ ઉકેલ નહી આવતા આખરે હાલમાં યોજાયેલી સંકલન મીટીંગ માં અમે રજૂઆત કરી જેમાં કલેક્ટર દ્વારા માર્ગ મકાન વિભાગ ને સુચના આપ્યા બાદ હવે કામગીરી કરશે. જોકે એકાદ અઠવાડિયા માં બધું યોગ્ય થઈ જશે તેમ ડો.કોઠારી એ કહ્યું હતું

(10:37 PM IST)