<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th December 2024

નેત્રંગ આરએફઓ તરીકે હું આવીશ : રાઉન્ડ ફોરેસ્ટરનો કથિત ઓડિયો વાયરલ થતા ભારે ચર્ચા

સૌરપંપના ખેડુતો પાસે ઉઘરાણી અને ખેરના લાકડાના કટીંગમાં નામ ચર્ચામા રહેતા ભારે ઉહાપોહ

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નેત્રંગ વનવિભાગમાં છેલ્લા બે-ત્રણ મહિનાની અંદર એક જ રાઉન્ડ ફોરેસ્ટરના ચાર્જમાં કોયલીમાંડવી અને મીરાપુર જંગલમાંથી ખેર કટીંગના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.પરંતુ કમનસીબે વનવિભાગના ઉચ્ચ અધીકારીઓ ખાતાકીય તપાસ અને કાયઁવાહી કરવામાં પીછેહટ કરી રહ્યાનું જાણવા મળ્યું છે.

તેવા સંજોગામાં નેત્રંગ વનવિભાગના રાઉન્ડ ફોરેસ્ટરનો નેત્રંગ આરએફઓ તરીકે હું જ આવીશ, વેઠી લો.મારૂ પ્રમોશન છે.મને કોઈ અટકાવી નહીં શકે તેવો કથિત ઓડીયો વાયરલ થતાં ભારે ચકચાર મચી જવા પામી છે.
  અત્રે ઉલ્લેખનીય છે કે, નેત્રંગ તાલુકામાં જંગલની જમીન ધરાવતા ખેડુતોને ખેતરમાં સૌરપંપ નાખી આપવાના બહાને ખેડુતદીઠ રૂ.૬૦૦૦ ઉઘરાવીને મોટો ભ્રષ્ટાચાર આચાયૉ ના આક્ષેપો થયા હતા, સાથેસાથે કોયલીમાંડવી અને મીરાપુર જંગલમાથી ખેરના ગેરકાયદેસર કટીંગમાં પણ નામો ઉછળતા પોતાના સ્વબચાવ માટે એડીચોટીનું જોર લગાવી રહ્યાનું જાણવા મળી રહ્યું છે.વનવિભાગના ઉચ્ચ અધીકારીઓ પણ રાઉન્ડ ફોરેસ્ટરને બચાવવા પુરી તાકાત લગાવી રહ્યા હોય તેવું જણાઇ રહ્યું છે. ત્યારે આવા આક્ષેપો સાથે વારંવાર ચર્ચામા રહેતા અધિકારી સામે પગલાં લેવામાં વન વિભાગના કેટલાક ઉચ્ચ અધિકારીઓ પાંગળા સાબિત થતા હોય એમ જણાઈ રહ્યું છે



 

(10:38 PM IST)