News of Sunday, 29th December 2024
અંકલેશ્વરમાં વિદ્યાર્થીનીઓ વચ્ચે મારામારી, રસ્તાની વચ્ચે થઈ મોટી બબાલ
રસ્તાની વચ્ચે વિદ્યાર્થીનીઓ બાખડી અને એકબીજાના વાળ પકડીને માર મારી રહી હતી બનાવને લઈને રસ્તા ઉપર પણ મોટા પ્રમાણમાં લોકોની ભીડ એકઠી થઈ હતી

ભરૃચ,તા.૨૯,
અંકલેશ્વરમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેના વિશે જાણીને તમે પણ ચોંકી જશો. અહીંયા ૨ વિદ્યાર્થીનીઓ વચ્ચે મારામારીનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. સામાન્ય રીતે તમે ૨ યુવકો વચ્ચે મારામારી જોઈ હશે કે પછી શાળાના વિદ્યાર્થીઓ ઝઘડી રહ્યા હોય તેને લઈને મારામારી જોઈ હશે કે ઝઘડા વિશે જાણ્યું હશે. બનાવની જો વિગતવાર વાત કરીએ તો બનાવ સામે આવ્યો છે, ભરૃચના અંકલેશ્વરમાં કે જ્યાં ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ વચ્ચે કોઈ બાબતે માથાકૂટ થઈ હતી. જે આ માથાકૂટે ઉગ્ર સ્વરૃપ ધારણ કરી લીધું. સ્કૂલની બહાર નીકળ્યા બાદ વિદ્યાર્થીનીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં આ બોલાચાલી ઉગ્ર બની જતાં ઝપાઝપીના દૃશ્યો સર્જાયા હતા. વિદ્યાર્થીનીઓ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. જેમાં રસ્તાની વચ્ચે વિદ્યાર્થીનીઓ બાખડી અને એકબીજાના વાળ પકડીને માર મારી રહી હતી. બનાવને લઈને રસ્તા ઉપર પણ મોટા પ્રમાણમાં લોકોની ભીડ એકઠી થઈ હતી. સાથે જ તે સમયે રસ્તા પર લોકો આ મારામારીના દૃશ્યો જોઈને નવાઈ પામી ગયા હતા અને વિચારમાં મુકાઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીનીઓ વચ્ચે થયેલી આ મારામારીમાં છેલ્લે સ્થાનિકો વચ્ચે પડ્યા હતા. જેમાં તેમણે વિદ્યાર્થીનીઓને અલગ પાડી અને મામલો થાળે પાડ્યો હતો. જોકે વિદ્યાર્થીઓ વચ્ચે શા માટે આવી માથાકૂટ થઈ હતી અને તેમણે કેમ આ રીતે રસ્તા પર જાહેરમાં બધાની સામે મારામારી કરી તેનું કારણ સામે નથી આવી શક્યું પરંતુ આ બનાવને લઈને આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
