News of Sunday, 29th December 2024
દહેજની જીએફએલ કંપનીમાં ગેસ ગળતરથી ચાર કામદારોના મોત

ભરૂચ, તા. ર૯; દહેજની જીએફએલ કંપનીમાં સીએમએસ પ્લાન્ટમાં વાલ્વ લીકેજ થયા બાદ આ દુર્ઘટના બની હતી. આ તમામ મજુરોને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. જયાં તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. પોલીસે તપાસ હાથ ધરી
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચનાં દહેજમાં અવાર નવાર ગેસ લિકેજનાં કારણે દુર્ઘટના સર્જાતી હોય છે. ત્યારે આજે ભરૂચનાં દહેજમાં ફરી એકવાર મોટી દુર્ઘટનાં સર્જાવા પામી છે. જેમાં ગેસ લિકેજની ઘટનામાં 4 કામદારોએ જીવ ગુમાવવો પડ્યો છે. GFL કંપનીમાં ગેસ લિકેજને કારણે આ દુર્ઘટનાં સર્જાવા પામી હતી.
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
