<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th December 2024

અમદાવાદમાં પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઇને હોટેલના માલિક માટે ગાર્ડલાઇન જાહેર

મીટિંગમાં હોટેલ સીસીટીવી કેમેરાથી સજ્જ રાખવી, સીસીટીવીના મોનિટરિંગ માટે અલગ રૂમ રાખવા અને ત્યાં એક કર્મચારીને રાખવો, હોટેલના તમામ સ્ટાફનું પોલીસ વેરિફિકેશન ફરજિયાતઃ અમદાવાદ પોલીસે દ્વારા હોટલ માલિક, સંચાલક, મેનેજર, સિક્યોરિટી ઓફિસરોને કડક સૂચનાઓ

અમદાવાદઃ  મીટિંગમાં હોટેલ સીસીટીવી કેમેરાથી સજ્જ રાખવી, સીસીટીવીના મોનિટરિંગ માટે અલગ રૂમ રાખવા અને ત્યાં એક કર્મચારીને રાખવો, હોટેલના તમામ સ્ટાફનું પોલીસ વેરિફિકેશન ફરજિયાત કરવા અંગે હોટેલ સંચાલકોને કહેવામાં આવ્યું હતું. ઉપરાંત હોટેલમાં આવતા દરેક ગ્રાહક તેમજ તેમની સામગ્રીનું સ્કેનિંગ કરવા કડક સૂચના આપવામાં આવી હતી.
ઝોન-1 DCPની અધ્યક્ષતામાં મીટીંગ મળી હતી, જેમાં તેમના તાબા હેઠળના વસ્ત્રાપુર, સોલા, ઘાટલોડિયા, ગુજરાત યુનિવર્સિટી, નારણપુરા, નવરંગપુરા, રિવરફ્રન્ટ વેસ્ટ અને વાડજ એમ આઠ પોલીસ સ્ટેશનના PI, 2 ACP તેમજ 38 હોટેલના સંચાલક-સિક્યોરિટી ઓફિસર હાજર રહ્યા હતા.
મીટીંગમાં ચર્ચા બાદ હોટેલમાં આવતા ઉદ્યોગપતિઓ, વેપારીઓ, રાજકારણીઓ, મંત્રીઓ તેમજ અન્ય ગ્રાહકોની સુરક્ષા અંગે હોટેલના તમામ સ્ટાફ મેમ્બર માટે પોલીસ વેરિફિકેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. તેમાં પણ બહારના રાજ્યમાંથી આવતા સ્ટાફ મેમ્બરે તેમના વતન તેમજ અમદાવાદ એમ બંને જગ્યાએ વેરિફિકેશન કરાવવાં પડશે. હોટેલના એન્ટ્રી, એક્ઝિટ, પાર્કિંગ સહિતની તમામ જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવવા અને તે માટે સર્વેલન્સ રૂમ રાખી એક કર્મચારી મૂકવા સૂચના અપાઈ છે.
હોટેલના સિક્યોરિટી ઓફિસર તેમ જ સિક્યુરિટી ગાર્ડ માટે ફિઝિકલ ફિટનેસનું સર્ટિફિકેટ પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. જ્યારે પોલીસ અને આર્મીમાં ફરજ બજાવતા અધિકારી-કર્મચારી ફિઝિકલ ફિટ હોવાથી હોટેલના સિક્યોરિટી ઓફિસર તરીકે નિવૃત્ત આર્મી અને પોલીસ અધિકારીને નોકરી રાખવા માટે પોલીસ દ્વારા હોટેલ સંચાલકોને સૂચન કરવામાં આવ્યું હતું.
હોટેલના રૂમ, વોશ રૂમ, સ્વિમિંગ પૂલ એરિયા સહિતના ઘણી જગ્યા એવી હોય છે કે જ્યાં સીસીટીવી લગાવવામાં આવતા નથી. આથી પોલીસે હોટેલના સંચાલકો સાથે કરેલી મીટિંગમાં એવો પ્રસ્તાવ મુકાયો હતો કે, સીસીટીવીનું એનાલિસીસ કરવા માટે તાલીમબદ્ધ માણસોને નોકરી રાખો. જેથી તેઓ સીસીટીવીનું ઝીણવટભરી રીતે એનાલિસીસ કરી શકે.

(11:58 AM IST)