તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Sunday, 29th December 2024
રાજ્યના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદની સંભાવનાઃ હવામાન વિભાગની આગાહી
અમદાવાદ, વડોદરા, સુરત, ગાંધીનગર, ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્ર પંથકમાં ઠંડા પવનો સવારથી ફૂંકાઇ રહ્યાઃ આગામી દિવસોમાં હાડ થિજવતી ઠંડી પડવાની સંભાવના

અમદાવાદઃ આજનું હવામાન: ગુજરાતમાં આ વર્ષે ઠંડીમાં વધારો જોવા મળ્યો છે. આજે પણ અનેક વિસ્તારમાં ઠંડા પવનો સવારથી ફૂંકાઇ રહ્યા છે. વાદળછાયા વાતાવરણને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.
રાજસ્થાનમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળ્યો છે. વાદળછાયા અને ધુમ્મસભર્યા હવામાન વચ્ચે કેટલીક જગ્યાએ માવઠું થયું હતું. હજુ પણ આગામી 24 કલાક સુધી કેટલાક જિલ્લામાં માવઠાની શક્યાતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપીમાં હળવો વરસાદ પડી શકે છે. ત્યારબાદ આગામી દિવસોમાં હાડ થિજવતી ઠંડી પડવાની સંભાવના છે.
શહેર લઘુતમ તાપમાન
અમદાવાદ 15.0
વડોદરા 17.8
ભાવનગર 14.5
ભુજ 10.5
દાહોદ NA
દમણ 18.6
ડાંગ NA
ડીસા 13.0
દીવ 15.2
દ્વારકા 14.4
ગાંધીનગર 14
જામનગર NA
કંડલા 13
નલિયા 5.6
નર્મદા NA
ઓખા 18.0
પોરબંદર 11.4
રાજકોટ 9.3
સુરત KVK NA
(12:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
