તા. ૩૦ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ વૈશાખ સુદ – ૧૪ ગુરૂવાર
News of Sunday, 29th December 2024
વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલના કાર્યાલયમાં દુષિત પાણી રેડનાર ટોળા સામે પોલીસ ફરિયાદ દાખલ
વોર્ડ 2ના જૂના ગોળપીઠામાં ભૂગર્ભ ગટરની રજૂઆત માટે પહોંચ્યુ હતુ ટોળુ:અનેક રજૂઆત છતા સમસ્યા હલ ન થતા કાર્યાલય પર મચાવ્યો હતો

વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલના કાર્યાલયમાં દુષિત પાણી રેડનાર ટોળા સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. ધારાસભ્ય હાર્દિક પટેલના કાર્યાલયે, વિરમગામ વોર્ડ નંબર 2ના રહિશો ટોળા સ્વરૂપે રજૂઆત કરવા આવ્યા હતા. વારંવારની રજૂઆત છતા સમસ્યાનો કોઈ નિવેડો ના આવતા સ્થાનિક રહિશોના ટોળાએ ઉશ્કેરાઈને ધારાસભ્ય હાર્દિક પટેલના કાર્યાલયમાં દૂષિત પાણી ઢોળ્યુ હતું. વોર્ડ 2ના જૂના ગોળપીઠામાં ભૂગર્ભ ગટરની રજૂઆત માટે લોકોનું ટોળુ પહોંચ્યું હતું અનેક રજૂઆત છતા સમસ્યા હલ ન થતા કાર્યાલય પર હોબાળો મચાવ્યો હતો
(5:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
