News of Sunday, 29th December 2024
સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતી પરિણીતાને ધમકી આપી પાટણ લઇ જઈ કંબોઈના યુવકે દુષ્કર્મ આચર્યું
પાટણના ટ્રાવેલ્સના પાર્કિંગમાં બળજબરીથી શરીર સબંધ બાંધ્યો: બીજા દિવસે કિરણ પરિણીતાને ટ્રકમાં કંબોઈ લઈ ગયોઅને ગામના એક મંદિરમાં મૂકીને ભાગી ગયો

સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં રહેતી પરિણીતા પર કંબોઈના યુવકે દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. જેમાં કંબોઈનો યુવક પરિણીતાને ધમકી આપીને પાટણ લઈ ગયો હતો. જ્યાં ટ્રાવેલ્સના પાર્કિંગમાં બળજબરીથી શરીર સબંધ બાંધ્યો હતો.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ મહેસાણાની વતની 24 વર્ષીય પરિણિતા તેના પતિ અને એક વર્ષની દીકરી સાથે ડિંડોલીની એક સોસાયટીમાં રહે છે. જ્યારે કિરણ સોલંકી (રહે. કંબોઈ)ના મોટા ભાઈ પણ પરિણીતાની સોસાયટીમાં રહેતા હોવાથી તેની અવરજવર રહેતી હતી. જેથી આજથી એક વર્ષ અગાઉ પરિણીતા અને કિરણ વચ્ચે મિત્રતા થઈ હતી.
4 ડિસેમ્બરના રોજ કિરણે ફોન કરીને બોલાવતા પરિણીતા તેને મળવા પહોંચી હતી. આ સમયે કિરણે પરિણીતાને રિક્ષામાં બેસવા કહ્યું હતુ, પરંતુ પરિણીતાએ ઈનકાર કરતા કિરણે તેની દીકરી અને પરિવારજનોને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી ડરી ગયેલી પરિણીતા રિક્ષામાં બેસી ગઈ હતી. જ્યાંથી પરિણીતાને રેલવે સ્ટેશને પહોંચ્યા હતા અને અહીંથી પાટણની બસમાં બેઠા હતા.
રાતે 10 કલાકે બસ પાટણ પહોંચી, ત્યારે ટ્રાવેલ્સના પાર્કિંગમાં કિરણે તેની સાથે શરીરસબંધ બાંધવાની માંગકરી હતી. જો કે પરિણીતાએ ઈનકાર કરતાં કિરણે તેના પર દુષ્કર્મ આચર્યું હતુ. બીજા દિવસે કિરણ પરિણીતાને ટ્રકમાં કંબોઈ લઈ ગયો હતો. જ્યાં ગામના એક મંદિરમાં કિરણ પરિણીતાને મૂકીને જતો રહ્યો હતો. કિરણ પરત ના ફરતા પરિણીતા બસમાં સુરત પહોંચી હતી. જ્યાં તેણે ડિંડોલી પોલીસ મથકમાં કિરણ સોલંકી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.
(5:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
